________________
પરિચ્છેદ ૪ મેં જવાબ આપ્યોઃ મને પણ બહુ જ સારી રીતે સંતોષ થશે. તેણે કહ્યું ત્યારે તત્ત્વવિચારની પ્રવૃત્તિમાં મંદ ન પડતા.
(3) મેં કહ્યું: આપણે શું એટલું સ્વીકારવું ન જોઈએ કે રાજ્યમાં છે તેનાં તે ત્રણ તા કે વૃત્તિઓ આપણ દરેકમાં પણ છે અને વ્યક્તિના બંધારણમાંથી જ એ બધાં રાજ્યમાં ઉતરી આવે છે ?+ બીજી કઈ રીતે તે ત્યાં આવી જ શકે ? પ્રાણુ અથવા મનભાવને ગુણ લે; જે વ્યક્તિઓમાં–ઉદાહરણ તરીકે પ્રશિયન, સિધિયન અને સામાન્ય રીતે ઉત્તરે વસતી પ્રજાઓમાં—એ ગુણ રહેલું છે એમ માનવામાં આવે છે તે (ગુણ) જ્યારે રાજ્યમાં દેખાય, ત્યારે એ (રાજ્યની) વ્યક્તિઓમાંથી ઉતરી આવેલ નથી એવી કલ્પના કરવી તે હાસ્યાસ્પદ થઈ પડે; અને જ્ઞાન પ્રત્યે પ્રેમ–જે દુનિયાના આપણા ભાગની ખાસ વિશિષ્ટતા ગણી શકાય; અથવા પૈસા તરફને પ્રેમ–જે ફિનિશિયન તથા ઈન્ડશિયમાં છે એમ આપણે એટલી જ સત્યતાથી કહી શકીએ, (૩૬) એ બંને ખાસિયત વિષે પણ આપણે એ જ સિદ્ધાન્ત લાગુ પાડી શકીએ.
તેણે કહ્યું: બરાબર એમ જ. આ સમજવામાં કંઈ મુશ્કેલી નથી. જરા પણ નહિ.
પરંતુ આ તો ત્રણ છે કે એક છે એમ જ્યારે આપણે પુછીએ ત્યારે પ્રશ્ન અઘરે થઈ પડે છે. એટલે કે શું આપણે આપણું ચિત્તના એક અંશથી જ્ઞાન મેળવીએ છીએ અને બીજાથી (a) ગુસ્સે થઈએ છીએ, ત્રીજા અંશથી આપણી નૈસર્ગિક ઇચ્છાઓ કરીએ છીએ; કે પછી દરેક જાતની પ્રવૃત્તિમાં આપણો સમસ્ત આત્મા કાર્યમાં ઉઘુક્ત થાય છે–એનો નિર્ણય કરવો મુશ્કેલ છે.
તેણે કહ્યું: હા, મુશ્કેલી ત્યાં જ છે. * Principles and habits, + મુદ્દો : ૧૦ઃ ચિત્તનું સ્વરૂપ અને બંધારણ