________________
૪૪૨
२२
તેણે કહ્યું : જરૂર. રાજ્યમાં કે વ્યક્તિમાં સંયમની ખરી ગણુના એ રીતે જ થઈ શકે.
મેં કહ્યું : અને કેવી રીતે તથા કયા ગુણને લીધે માણસ ધર્મિષ્ઠ થઈ શકે એ તે આપણે અવશ્ય કરી કરીને સમજાવ્યું છે. એ તદ્દન નિઃશંક છે.
અને વ્યક્તિમાં ધ શુ કઈ વધારે ઝાંખા છે અને એનું સ્વરૂપ શું કંઈ જુદુ છે, કે પછી રાજ્યમાં આપણને એ જેવા મળી આવ્યા એવા જ શું વ્યક્તિમાં પણ છે?
તેણે કહ્યુંઃ મારા અભિપ્રાય પ્રમાણે એમાં કશો ફેર નથી.
કારણ હજી આપણા મનમાં જરા પણ શંકાના (૬) અવશેષ રહ્યો હોય, તેા સામાન્ય ઉદાહરણાથી હું કહું છું એનાં સત્ય વિશે સતાષ મેળવી શકાશે.
કઈ જાતનાં ઉદાહરણા વિશે તમે લેા છો ?
આપણને જો એવા પ્રશ્ન પૂછવામાં આવે તે શું આપણે કબૂલ કરવું ન જોઈ એ કે ધર્મિષ્ઠ રાજ્ય અથવા (૪૪૩) એવા રાજ્યના સિદ્ધાન્તાનું જેને શિક્ષણ મળ્યું છે એવે માણસ, અનામત મૂકેલું સેાનું કે રૂપું લઈ નાસી જાય એ કાઈ અધર્મી (રાજ્ય કે અધર્મી રાજ્યમાં શિક્ષણ પામેલા માણસ) ના કરતાં ઓછું સંભવિત છેઃ આની કાઈ ના પાડે ખરું ?
તેણે જવાબ આપ્યાઃ કોઈ ના ન પાડે.
ધર્મિષ્ઠ માણસ કે પુરવાસી પેાતાના મિત્રા પ્રત્યે કે પેાતાના દેશ પ્રત્યે દેવદૂષણ, ચારી કે દ્રોહ કર્યાંના અપરાધી થશે ખરા ? કદી નહિ.
તેમજ શપથા કે કરારનામાઓથી અધાયા પછી એ કદી વિશ્વાસધાત કરશે નહિ—ખરું ને ?
અશકય.