________________
૨૪૦
(તેમજ) વ્યભિચાર કરવો કે માતાપિતાનું અપમાન કરવું અથવા ધાર્મિક ફરજોનું પાલન ન કરવું–આમ એ કરે તે બીજા કોઈને કરતાં ઓછું સંભવિત છે–નહિ ?
ઓછું જ.
(૨) અને (એનું) કારણ એ છે કે શું આદેશ આપવામાં કે આદેશ પાળવામાં, એને પ્રત્યેક અંશે પિતાનું જ કામ કરતા હોય છે -ખરું ને ?
બરાબર એમ જ.
ત્યારે જે ગુણ આવાં માણસો કે આવાં રાજ્યને ઉત્પન્ન કરે છે તે ધર્મ છે એ વિશે તમને સંતોષ થયો છે ને, કે પછી બીજે કોઈ (ગુણ) શોધી કાઢવાની તમે આશા રાખો છો ?
ખરેખર, મને તો નથી જ.
ત્યારે આપણું સ્વપ્નની સાધના થઈ છે; અને કોઈ દેવી શક્તિ આપણને ધર્મના મૂલ સ્વરૂપ તરફ દોરી ગઈ છે એવો જે સંદેશ (રાજ્ય) (૪) રચવાના આપણા કાર્યની શરૂઆતથી આપણને આવ્યો હતો તે હવે ખરે ઠર્યો છે.
હા, જરૂર.
અને કામની વહેંચણીના જે સિદ્ધાન્તને અનુસરી સુતાર, મોચી અને બાકીના પુરવાસીઓએ દરેકે પિતાનું જ કામ કરવાનું હતું અને કોઈ બીજાનું નહિ, તે સિદ્ધાન્ત ધર્મની છાયારૂપે હતો અને એ જ કારણે એ ઉપયોગી થઈ પડશે--ખરું ને ?
એ સ્પષ્ટ છે.
પરંતુ આપણે વર્ણન કરતા હતા તેવો ધર્મ છે, એટલે કે મનુષ્યના બાહ્ય જીવન સાથે નહિ પણ મનુષ્યની જે ખરી જાત (આત્મા) છે (૬) અને જેની એણે સાધના કરવાની છે તેના આંતરિક જીવન સાથે એને તાવિક સંબંધ છે. કારણ ધર્મિષ્ઠ માણસ પોતાનામાં
* True self.