________________
૨૨૮
પરિચ્છેદ ૪ એ બીકે તેના પર આ બુદ્ધિ અને પ્રાણુનાં ત) નજર રાખે છે, નહિ ?
તેણે કહ્યુંઃ સાવ સાચું.
બહારના હુમલાઓની વિરુદ્ધ આ બંને તો એકઠાં થઈને સમસ્ત આત્માનું તથા આખા શરીરનું શું સૌથી સારી રીતે રક્ષણ નહિ, કરી શકે ? એક સલાહ આપશે અને બીજું એના નેતૃત્વ નીચે રહીને લડશે અને તેના આદેશે તથા સલાહને વીરતાથી પાર પાડશે–ખરું ને?
સાચું.
અને સુખમાં કે દુઃખમાં જેનો પ્રાણ કઈ વસ્તુથી જે તે () બીવું જોઈએ અને શાથી ન બીવું જોઈએ તે વિશેના બુદ્ધિના આદેશ (પોતામાં) સ્થિર રાખશે તે શૂરવીર ગણાશે ?
તેણે જવાબ આપ્યો : ખરું.
અને જેનામાં પેલે (બુદ્ધિનો) નાનો અંશ શાસન કરતે હશે તથા પોતાને અનુરૂપ) એવા આદેશો આપતો હશે તેને આપણે વિવેક કહીશું; (અને ત્રણ અંશમાંના દરેકનું તથા સમસ્તનું હિત શામાં છે એનું જ્ઞાન પણ એ અંશને છે એમ માનેલું છે તેથી–ખરું ને?
અચૂક.
અને આ ને આ તો જેનામાં મિત્રભાવે સંવાદમાં રહ્યાં હોય એનામાં શાસન કરનાર બુદ્ધિનું તત્ત્વ તથા એને અધીન રહેતાં બીજાં બે—પ્રાણ તથા કામનાં ત, બુદ્ધિએ શાસન કરવું જોઈએ અને તેમણે બંડ ન ઉઠાવવું (૬) જોઈએ એ વિષે (એ ત્રણે) એક સરખી રીતે સંમત હોય-એને વિશે તમે શું એમ નહિ કહો કે એ સંયમી છે?*
* આત્માનાં તમામ અંગોમાં સંવાદ હોય, તો સંયમ રહી શકે; પ્લેટ છેવટે સંયમને એટલો બહેળો અર્થ કરે છે કે સંયમ અને ધર્મ વચ્ચે ખાસ કશો તફાવત રહેતો નથી, જે કે બે વચ્ચે ભેદ પાડવા ખાતર એમ કહી શકાય કે આંતરિક અંગે વચ્ચેના સંવાદનું વ્યકત થતું સ્વરૂપ તે સંયમ, અને એ સંવાદ જેના પર રચાય છે તે પાયો એ ધર્મ.જુઓ નીચે કલમ ૪૪૩