________________
પરિછેદ ૪ (૪) કારણ આ પંક્તિમાં હોમરે સ્પષ્ટ રીતે કલ્પના કરી છે કે - જે શક્તિ ઈષ્ટ અનિષ્ટ વિશે નિર્ણય બાંધે છે તે, જે અબુદ્ધિમય ક્રોધને ઠપકો આપે છે એના કરતાં ભિન્ન છે.
તેણે કહ્યું. સાવ સાચું.
અને અત્યારે કેટલીયે અથડામણ પછી આપણે આપણી દલીલના સાગર) કાંઠે આવી પહોંચ્યા છીએ અને મોટે ભાગે એકમત થયા છીએ કે જે તે રાજ્યમાં છે તે ને તે વ્યક્તિના બંધારણમાં અસ્તિત્વ ધરાવે છે, અને એ કુલ ત્રણ છે.
બરાબર.
ત્યારે શું આપણે એવું અનુમાન કરવું ન જોઈએ કે જે ગુણને લીધે (અને જે રીતે) રાજ્ય વિવેકી ગણાય છે તે જ ગુણને લીધે અને તેવી જ રીતે વ્યક્તિ પણ વિવેકી બને છે?
જરૂર.
(૪) એ પણ—કે જે ગુણથી રાજ્યમાં શૌર્ય વસે છે તે જ ગુણને લીધે વ્યક્તિમાં શૌર્ય ઉતરી આવે છે, અને વ્યક્તિ તથા રાજય બંનેનો બીજા તમામ સગુણ સાથે સંબંધ એક જ જાતને હોય છે?
અવશ્ય.
અને જે રીતે રાજ્યને આપણે ધર્મિક માનીએ છીએ એ જ રીતે વ્યક્તિમાં ધર્મ રહેલું છે એને આપણે સ્વીકાર કરીશું ?
એ અલબત્ત ફલિત થાય છે.
ત્રણમાંને દરેક વર્ગ પોતાના જ વર્ગનું કામ કરે એમાં જ (૩) રાજ્યને ધર્મ સમાયેલું છે એટલું આપણને યાદ આવ્યા વગર નહિ રહે–ખરું ને ?
તેણે કહ્યું: આપણે ભૂલી જઈએ એ બહુ સંભવિત નથી.
આપણે યાદ કરવું જોઈશે, કે જે વ્યક્તિમાં તેના સ્વભાવના જુદા જુદા અંશે પિતપોતાનું કામ કરતા હશે તે ધમિક હશે અને (સમાજમાં) પણ એ પિતાનું જ કામ કરતો હશે.