________________
૪૪૦
૨૨૫ કામના જેવો દેખાતો હતો, પણ હવે આપણે એથી તદ્દન ઉલટું જ કહેવું પડશે, કારણ આત્માના (આંતરિક) વિગ્રહમાં પ્રાણ બુદ્ધિતત્ત્વના પક્ષમાં ઊભે રહે છે.
અચૂક.
પણ આગળ એક પ્રશ્ન ઊભો થાય છેઃ પ્રાણુ બુદ્ધિથી ભિન્ન છે કે માત્ર બુદ્ધિને એક પ્રકાર છે; આમાંને બીજો પક્ષ ખરે હોય તો આત્મામાં ત્રણ તને બદલે માત્ર બે ત રહેશે–બુદ્ધિનું અને (૪૧) કામનું; અથવા જે રીતે વેપારીઓ સહાયક અને સલાહકારે એવા ત્રણ વર્ગો રાજ્યમાં હતા, તેમ વ્યક્તિના આત્મામાં પણ મનેભાવ અથવા પ્રાણુના જેવું શું એવું ત્રીજું તત્ત્વ નહિ હોય, કે જે ખરાબ શિક્ષણથી દૂષિત થયું ન હોય તો સ્વાભાવિક રીતે બુદ્ધિનું સહાયક થઈ રહે?
તેણે કહ્યું : હા, એવું ત્રીજું તત્વ પણ હોવું જોઈએ.
મેં જવાબ આપેઃ હા, જે પ્રાણ કામથી ભિન્ન છે એમ આપણે અત્યાર સુધીમાં સાબીત કર્યું છે તે જે બુદ્ધિથી પણ ભિન્ન છે એમ માલુમ પડી આવે તો.
પણ એ સાબીત કરવું સહેલું છે?—આપણે નાનાં બાળકોમાં પણ જોઈ શકીએ છીએ કે લગભગ તેઓ જન્મે છે ત્યારથી જ પ્રાણવાન હોય છે, જ્યારે તેમાંના કેટલાંએક બુદ્ધિનો ઉપયોગ કરવાની શક્તિ કદી પ્રાપ્ત કરતાં હોય (૨) એમ લાગતું નથી, અને ઘણું તો બહુ મેડી પ્રાપ્ત કરે છે.
ઉત્તમ, મેં કહ્યું અને જંગલી પ્રાણીઓમાં પણ પ્રાણનું તત્ત્વ તમે જોશો, જેમાંથી તમે જે કહો છો તેની વધારાની સાબીતી મળે છે, અને હેમરના જે શબ્દોને આપણે ક્યારના ટાંક્યા છે એનું પ્રમાણ આપણે ફરીથી (અહીં) ઉતારીશું:
તેણે પિતાની છાતી કુટી, અને એ રીતે પિતાના આત્માને ઠપકો આયો;૧
૧ Od. 20-17, પરિ-૩, ૩૯૦ ૮ માં ટાંકેલું,