________________
ર૦.
પરિચછેદ ૪
અને વિજ્ઞાનની શાખાઓમાં એ ને એ જ સિદ્ધાન્ત શું લાગુ પડતા નથી? વિજ્ઞાન વિષય જ્ઞાન છે [ એ વ્યાખ્યા સાચી છે એમ સ્વીકારી લઈએ તો ], પરંતુ અમુક જ વિજ્ઞાનને (૪) વિષય અમુક પ્રકારનું જ જ્ઞાન છે; ઉદાહરણ તરીકે મારું એમ કહેવું છે કે ઘર બાંધવાનું વિજ્ઞાન એવા પ્રકારનું જ્ઞાન છે કે એની (જદી) વ્યાખ્યા આપવામાં આવે છે અને બીજા પ્રકારનાં વિજ્ઞાનથી એને ભિન્ન ગણવામાં આવે છે, અને તેથી જ એને સ્થાપત્ય કહેવામાં આવે છે.
અચૂક.
કારણ એને વિશિષ્ટ ગુણ બીજા કોઈ પણ વિજ્ઞાનમાં જોવામાં આવતો નથી.
હી.
અને અમુક જ પ્રકારને હેતુ એમાં રહેલું છે, તેથી એ (વિજ્ઞાન)માં આ વિશિષ્ટ ગુણ ઉતરી આવે છે, અને બીજી કળાઓ અને વિજ્ઞાને વિષે પણ શું. આ વાત ખરી નથી ?
હી.
હવે ત્યારે મારી જાતને સ્કુટ કરી શક્યો હોઉં, તે સાપેક્ષ પદો વિશે મેં જે કર્યું હતું તેને મૂલ અર્થ તમે સમજ્યા હશે. મારા (કહેવાનો અર્થ એ હતો કે સાપેક્ષ પદેમાંના એકને જે એકલું લેવામાં આવે, તે બીજું એકલું જ લેવાય છે; જે પહેલું પદ સે પાધિક હોય, તે (સુ) બીજુ પણ સોપાધિક હોય છે. (આથી) હું એમ કરવા માગતો નથી કે સાપેક્ષ વસ્તુઓમાં વૈષમ્ય (કે વિભિન્નતા) ન હોઈ શકે, અથવા કે આરોગ્યનું વિજ્ઞાન (પોતે) નિરોગી છે અથવા રોગનું ( વિજ્ઞાન અવશ્ય રેગી છે અથવા ઈષ્ટ અને અનિષ્ટનાં વિજ્ઞાને એ કારણે દષ્ટ અને અનિષ્ટ છે; પણ માત્ર એટલું (કહેવા માગું છું) કે
જ્યારે વિજ્ઞાન શબ્દનો તેના કેવલ (શુદ્ધ) અર્થમાં ઉપયોગ કરવામાં આવ્યો ન હોય, પરંતુ અમુક વિશિષ્ટ અર્થ એના વિષય બને, જેમ