________________
રર૧
પરિચ્છેદ ૪ ધનુષને ખેંચે છે અને ધકેલે છે, પરંતુ તમે એમ કહેશે કે એને એક હાથ ધકેલે છે અને બીજો ખેંચે છે.
(૪) તેણે જવાબ આપ્યો. બરાબર એમ જ.
તથા માણસ તરસ્યો હોય અને છતાં પીવાની અનિચ્છા રાખે એવું બને ખરું?
તેણે કહ્યુંઃ હા, એવું ઘણી વાર બને છે.
અને એવે પ્રસંગે આપણે શું કહેવું જોઈએ? તમે શું એમ ન કહે કે એના આત્મામાં એવું કંઈ હતું જે એને પીવા માટે દોરતું હતું, અને જે એને પીવા તરફ દેરે છે એના કરતાં વધારે સબળ એવું બીજું કોઈ તત્ત્વ એને પીવાને નિષેધ કરે છે.
મારે એમ કહેવું જોઈએ ખરું.
(૪) અને પ્રતિષેધ કરનાર તત્ત્વ બુદ્ધિમાંથી ઊતરી આવેલું છે અને જે એને (પીવા) તરફ પ્રેરે છે અને આકર્ષે છે તે મનોવિકાર તથા રોગમાંથી ઉત્પન્ન થયેલું છે.*
એ સ્પષ્ટ છે.
ત્યારે આપણે ખુશીથી એટલું સ્વીકારી શકીએ કે એ તો બે છે, તથા એક બીજાથી ભિન્ન છે; જેનાથી માણસ તર્ક કરે છે તેને આપણે આત્મામાં રહેલું બુદ્ધિનું તત્ત્વ કહી શકીએ, પેલું બીજુ જેનાથી એ પ્રેમ કરે છે અને ક્ષધિત થાય છે અને તૃષાતુર થાય છે તથા બીજી કઈ ઈચ્છાને તરવરાટ અનુભવે છે–તેને, પરચૂરણ સંતે અને સુખોપભેગેના મિત્ર જેવું કામનું બુદ્ધિહીન તત્વ કહી શકીએ?
(૬) તેણે કહ્યું. હા, એ બંને ભિન્ન છે એટલું ખુશીથી આપણે સ્વીકારી શકીએ.
ત્યારે આપણે છેવટનો નિર્ણય કરી લઈશું કે આત્મામાં ઓછામાં
* પ્લેટનું ચિત્તશાસ્ત્ર; સરખાવવા ઉપર પરિઃ ૨-૩૬૮; પરિ ૩-૪૩૦; ૪૩૨, ૨. વે વગેરે.