________________
- ૧૦૪
પરિછેદ ૪ મેં જવાબ આપે : હા, અને સરસ વાત તે એ છે કે તેઓ ખાવાનું અને પીવાનું, તથા હલકી સ્ત્રીઓ સાથે સંબંધ અને આળસુપણું છોડી ન દે, ત્યાં સુધી ઔષધ કે દાહ અથવા મંત્ર કે તાવીજ કે બીજા કોઈ ઉપાયથી એમને ફાયદો નહિ થાય એવું જે (૨) સાદું સત્ય એમને કઈ કહી સંભળાવે, તેમને તેઓ પોતાના દુષ્ટમાં દુષ્ટ વૈરી ગણે છે.
તેણે જવાબ આપેઃ સરસ! કોઈ માણસ જે સાચું હોય તે કહે તો એવાની સાથે લડી પડવામાં મને તો કશું સરસ દેખાતું નથી. ' કહ્યું? આ ગૃહસ્થો પર તમને સારી મહેરબાની હોય એમ દેખાતું નથી.
અવશ્ય નહિ જ.
તેમ જ જે માણસનું હું હમણાં જ વર્ણન કરતો હતો તેમનાં કર્મો જેવાં જે રાજ્ય કર્યો કરે તેનાં આચરણની તમે પ્રશંસા નહિ કરે. કારણ શું એવાં ગેરવ્યવસ્થાવાળાં રાજ્યો () હોતાં નથી જેની અંદર નગરવાસીઓને મરણના ભયે બંધારણમાં ફેરફાર કરવાની મના કરવામાં આવે છે; અને છતાં આ રાજ્યમાં જેઓ રહેતા હોય તેમની જે અત્યંત મધુરતાથી ખુશામત કરે છે અને એમને અનુમોદન આપે છે તથા એમને લાડ લડાવે છે અને કુશળતાથી એમના કુછંદેને અગાઉથી જાણી લઈ જે એને સંતોષે છે એ જ મહાન અને સારો રાજદારી પુરુષ ગણાય છે—જે લેકેનું હું વર્ણન કરતો હતો એમના જેવાં શું આ રાજ નથી ?
તેણે કહ્યું: હા, તે માણસ જેટલાં જ એ રાજ્ય (પણ) ખરાબ છે; અને તેની પ્રશંસા હું કરું એમ નથી.
(૩) મેં કહ્યું. પરંતુ રાજ્યપ્રકરણ બાબતોમાં સડે પેસાડવા હાજરાહજુર રહેતા આ અમાત્યના ઠંડા (૬૪) સ્વભાવ અને કૌશલ્યને માટે શું તમને ભાન નથી ઊપજતું ?