________________
૨૦ ૨
પરિછેદ ૪
તેઓ ઉનને ઠીકઠાક કરે છે કે જેથી સફેદ ભય પર નીલ રંગ સંપૂર્ણ રીતે બેસે. પછી જે રંગવાનું કામ શરુ કરવામાં આવે છે, તેને રંગ પાકે (૪) થાય છે, તથા ક્ષાર નાંખ્યા વગર કે ક્ષાર નાંખીને ધોવાથી પણ એની ચળકી જતી નથી. પરંતુ જ્યારે (રંગવાની) ભયને બરાબર સાફ કરવામાં આવતી નથી, ત્યારે નીલવર્ણ કે બીજો કોઈ રંગ કેટલે ઝાંખે દેખાય છે તે તમે જોયું હશે.
તેણે કહ્યું : હા, એનો દેખાવ ધોવાઈ ગયા જેવો (ભૂખ) અને હાસ્યાસ્પદ થઈ જાય છે, તેની મને ખબર છે.
મેં કહ્યું. ત્યારે હવે, સનિકોને પસંદ (૪૩૦) કરવામાં અને તેમને માનસિક અને શારીરિક શિક્ષણ આપવામાં આપણો શો હેતુ હતો તે તમે સમજી શકશે. આપણે તેમના પર એ રીતે અસર કરવા માગતા હતા કે જેથી તેઓ કાયદાઓને રંગ સંપૂર્ણપણે ગ્રહણ કરવા યોગ્ય થઈ જાય, અને ભયપ્રદ વસ્તુઓ વિષે તથા બીજા દરેક અભિપ્રાયને રંગ તેમના શિક્ષણ અને સ્વભાવ દ્વારા એવો તો પાકે કરવાને છે કે સુખની લાગણી જેવા જબરા ક્ષારથી–સુખ કે જે બીજા કોઈ ક્ષાર કરતાં આત્માને વધારે (૨) સજજડ રીતે ધોઈ નાંખે છે –અથવા તે બીજી ઓગાળી નાખનાર વસ્તુઓ કરતાં જે સૌથી વધારે પ્રબળ છે તે શોક, બીક અને ઈચ્છાથી પણ એ જોવાઈ ન જાય, અને ખરી અને બેટી ભયપ્રદ વસ્તુઓ વિષેના, શાસ્ત્રાનુસાર ખરા અભિપ્રાયને રક્ષવાની આ પ્રકારની સર્વમાન્ય શક્તિને, તમે જે અસંમત ન થતા હે તે, હું શૌર્ય કહું છું તથા તેનું આ રીતે પ્રતિપાદન કરું છું.
તેણે જવાબ આપ્યો : પણ હું સંમત છું; કારણ કેઈ જંગલી પશુની કે એક ગુલામની બહાદુરીના જેવા અજ્ઞાનમાંથી ઉપજેલા શૌર્યની તમે આમાં ગણત્રી કરવા માગતા નથી એમ હું ધારું છું – (કારણ) તમારા અભિપ્રાય પ્રમાણે શાસ્ત્ર (કે કાયદો) જે (જાતનું કે