________________
૪ર૬
જરૂરિયાત અનુસાર બજાર અને બંદરના કરે ગમે તે રીતે નાંખવા પડે, ઉઘરાવવા પડે, અને સામાન્ય રીતે બજાર, પિલીસ, બંદરો વગેરે વિશેના નિયમના પણ કદાચ સવાલ ઊભા થાય. પણ અરે ભગવાન ! આમાંની કોઈ પણ વિગતો વિશે કાયદા ઘડવાની શું આપણે હા પાડીશું?
તેણે કહ્યું: હું ધારું છું કે સારા માણસે પર એ બાબતના કાયદા લાદવાની જરૂર નથી; કયા નિયમો (હું) જરૂરના છે એ તેઓ પિતાની મેળે તરત જ શોધી કાઢશે. ' કહ્યું. હા, મારા મિત્ર આપણે જે કાયદા એમને આપ્યા છે તે કાયદાઓ જે માત્ર ઈશ્વર એમની પાસે સુરક્ષિત રાખે તે.
અડેઈમેન્ટસે કહ્યું અને દૈવી મદદ સિવાય તો પૂર્ણ પદે પહોંચવાની આશાએ તેઓ હરહંમેશ પોતાના કાયદા અને પિતાનાં જીવન ઘડયા કરશે અને સુધાર્યા કરશે. ' કહ્યુંઃ તે તે જેમનામાં કશે આત્મસંયમ નથી અને જે પિતાની અસંયમી ટેવો કદી છોડતા નથી એવા અશક્ત માણસની સાથે તમે તેમને સરખાવો છે ખરું ને?
એમ જ.
(૨૬) કહ્યુંઃ હા, અને તેઓ કેવું મજેનું જીવન ગાળે છે! તેઓ હંમેશાં પોતાના વ્યાધિઓનું વૈદું કરે છે, અને વ્યાધિને વધારે છે અને બીજા વ્યાધિઓનું મિશ્રણ કરે છે, અને હંમેશાં એવી કલ્પના કરે છે કે ગમે તે માણસ (અમુક ઈલાજ) અજમાવી જોવાની એમને સલાહ આપે એવાં ગુપ્તૌષધોથી પોતે સાજા થઈ જશે !
તેણે કહ્યુંઃ આ જાતના અશક્તોમાં આવા દાખલાઓ અતિ સામાન્ય છે.
* ડેઈમેન્ટસ અહીં કટાક્ષ કરે છે કે આ રીતે અનેક જાતના નિયમો કરી કરીને શું તેઓ પૂર્ણપદે પહોંચવાના હતા ? આ આખી ચર્ચા આપણા આજના સામાજિક અને રાજકીય જીવનને બહુ જ લાગુ પડે એવી છે.