________________
૪ર૪
૧૯૧ મેં કહ્યું એ શું ખરું છે? તેણે જવાબ આપેઃ હું એમ માનું છું.
ત્યારે, હું કહેતા હતા તેમ, આપણા યુવાનને શરૂઆતથી જ વધારે કઠિન પ્રકારનું શિક્ષણ આપવું જોઈશે, કારણ જે વિનેદની પદ્ધતિઓ સ્વછંદી થાય અને (૪૨૫) યુવાને પોતે વિવેકભ્રષ્ટ થાય, તે પછી તેઓ કદી મેટા થઈને સદાચારી અને સગુણ નગરવાસીઓ થઈ શકશે નહિ.
તેણે કહ્યુંઃ તદ્દન ખરું.
અને જ્યારે તેમણે શારીરિક) રમતોમાં સારી પેઠે ભાગ લીધો હોય, અને સંગીત (માનસિક કેળવણી)ની મદદથી તેમનામાં સારી વ્યવસ્થાની પડી હોય, ત્યારે વ્યવસ્થાની આ ટેવ, બીજાની વિવેકભ્રષ્ટ ટેવોથી એટલી તો ભિન્ન રીતે ! એમનાં દરેક કાર્યમાં એમની સહચારિણી થઈ રહેશે, અને એમની પ્રગતિના સિદ્ધાન્તરૂપ બની રહેશે અને રાજ્યમાં જે કઈ પતિત સ્થાન હોય તેને ફરીથી ઉચ્ચ કરી દેશે.
તેણે કહ્યું: સાવ સાચું.
આ રીતે શિક્ષણ મેળવ્યાથી, તેમના પુરોગામીઓ જે નિયમો પ્રત્યે તદ્દન બેદરકાર રહ્યા હશે તેવા ઓછા અગત્યના નિયમે તેઓ પિતાની જાતે ઘડી કાઢશે.+ +
એટલે ?
(૪) આના જેવી બીજી આવી બાબતો એમ હું કહેવા માગું છું – પિતાના મુરબ્બીઓ આગળ નાનાંઓએ ક્યારે ન બોલવું, એમને બેસાડીને અને પિતે ઊભા રહીને તેમણે એમના પ્રત્યેનું ભાન કેવી રીતે દેખાડવું; માતપિતાને કેટલું માન આપવું જોઈએ; કેવાં
* વાક્યની વચ્ચે ઉગારવાચક ચિહ્ન સામાન્ય રીતે વપરાતું નથી, પણ મૂળમાં છે એટલે અહીં પણ મૂક્યું છે.
* મુદ્દો. ૬સામાન્ય રીતભાતના નિયમો