________________
૧૮
પરિચ્છેદ ૪
એ સ્પષ્ટ છે.
રાજ્યમાં સગુણા મળી આવે છે તેમાં પહેલાં વિવેક (4) નજરે પડે છે, અને એમાં હું અમુક વૈશિષ્ટય રહેલું ોઉં છું.
એ શું છે?
જે રાજ્યનું આપણે વર્ણન કરી રહ્યા છીએ એમાં સારી સલાહ આપવામાં આવે છે તેથી એ વિવેકી કહેવાય છે ખરું ને?
સાવ સાચું.
અને સારી સલાહ એ સ્પષ્ટ રીતે એક પ્રકારનું જ્ઞાન છે, કારણ અજ્ઞાનથી નહિ પરંતુ જ્ઞાનથી જ માણસા સારી સલાહ આપી શકે છે. એ સ્પષ્ટ છે.
અને રાજ્યમાં જ્ઞાનના ઘણા અને વિવિધ પ્રકારો રહેલા છે.
અલબત્ત.
એક તરફ સુતારનું જ્ઞાન છે, પરંતુ નગર રાજ્યને વિવેકી અને સલાહમાં સારુ હોવાના ઇફ્કાબ આપે એ પ્રકારનું શું એ જ્ઞાન છે? ( ૪ ) અવશ્ય નહિ; એ તેા માત્ર નગરને સુથારી કામમાં નિપુણતાની પ્રતિષ્ઠા આપે.
ત્યારે જે જ્ઞાન વડે લાકડાનાં સાધને વિશે સૌથી સારી સલાહ અપાય એ જ્ઞાન નગરમાં હોય તેથી કંઈ એને વિવેકી ન કહેવું જોઈ એ. અવશ્ય નહિ.
તેણે કહ્યું : ' તેમ જ પિત્તળનાં વાસણ વિશે જે જ્ઞાન સલાહ આપે છે તેને લીધે પણ નહિ, તથા એવું બીજું કાઈ પણ જ્ઞાન હોવાને લીધે પણ નહિ.
તેણે કહ્યું : એમાંના કોઈ પણ જ્ઞાનના કારણે નિહ.
તેમ જમીન ખેડવાના કારણે પણ નહિ; એવા નગરને ખેતી-પ્રધાન એવું નામ મળે.