________________
૪૨૨
૧૦૫
મેં જવાબ આપે એવા કોઈ એક જ દુશ્મનની સામે (૪) લડાઈમાં ઉતરવામાં એક મુશ્કેલી અવશ્ય નડે; પણ જ્યાં એવા બે દુશ્મને હેય ત્યાં કશી મુશ્કેલી નથી.
તેણે પૂછ્યું : એ કઈ રીતે ?
મેં કહ્યું ઃ પહેલાં તો એ કે જે આપણે લડવું જ પડે, તે ધનવાન લેકેથી બનેલા લશ્કર સામે સુશિક્ષિત લડવૈયાઓ આપણું તરફથી લડતા હશે.
તેણે કહ્યું : એ ખરું.
અને એડેઈમેન્ટસ, શું તમે નથી માનતા કે પિતાની કલામાં પૂર્ણ હોય એ એક જ મુક્કાબાજ બે મજબૂત અને સારા બાંધાના ગૃહસ્થ, જેમને મુક્કાબાજી ન આવડતી હોય, એમને સહેલાઈથી પૂરે પડી શકે?
જે તેઓ એના પર એકદમ ધસી આવે તે ભાગ્યે જ.
મેં કહ્યું : જે એ દેડી જઈ શકે અને પછી પાછા ફરી જે (૩) પહેલે આવતો હોય તેને મારે ત–શું નહિ? અને બળતા સૂર્યના તાપમાં જે એ કેટલીક વાર આમ કરે તો એ (પિતાની કલામાં ) કુશળ છે તેથી એક કરતાં વધારે મજબૂત માણસેને શું એ ઉથલાવી ન પડે ?
તેણે કહ્યું : અવશ્ય, એમાં કંઈ નવાઈ નથી.
અને મુકાબાજીના ખેલ 1થા શાસ્ત્રમાં પૈસાદાર માણસો અધિક પ્રવીણ હોય એવો સંભવ છે, પણ લડાયક ગુણમાં તો નહિ જ.
એવું ખરું.
ત્યારે આપણે કસરતબાજે એમનાથી બમણું કે ત્રણ ગણું સંખ્યા સામે લડી શકશે અને આપણે સ્વીકાર કરી શકીએ ?
હું તમારી સાથે સંમત થાઉં છું, કારણ તમે ખરા છો એમ હું માનું છું.