________________
૪૨૧
૧૮૩
રાજ્યના ખરા તારણહારે થાય; જ્યારે અમારે પ્રતિપક્ષી તે, જે નગરવાસીઓ રાજ્ય તરફની પોતાની ફરજ બજાવતા હોય તેમને નહિ પણ ખાનપાનની જીંદગીમાં મોજ કરતા, અને મિજબાની ઉડાવતા ખેડૂતોને વિચાર કરે છે. પણ જો એમ હોય તો અમારી ધારણું ભિન્ન વસ્તુઓ વિશેની છે, અને એ જે વિશે વાત કરે છે એમાં કશું રાજ્ય જેવું નથી. અને તેથી પાલકને નિયુક્ત કરતી વખતે આપણે
એમના સૌથી વધારે વ્યક્તિગત સુખ પ્રત્યે જોઈશું કે પછી સુખનું તત્ત્વ સમગ્ર રાજ્યમાં રહેલું છે એમ ગણીશું એ વિશે આપણે વિચાર કરવો જોઈએ. હવે આ બીજી દષ્ટિ જ જે ખરી હોય તો પાલકે અને (૩) સહાયકે અને એ જ રીતે એમની સાથેના બીજા બધાને એમનું પિતાનું કામ સૌથી સારી રીતે કરવાને પ્રોત્સાહન આપવું જોઈએ અગર ફરજ પાડવી જોઈએ. અને આ રીતે આખા રાજ્યમાં ઉમદા વ્યવસ્થા ઊગી નીકળશે અને કુદરતી રીતે જેટલું સુખ દરેકને મળે તેટલા સુખનું પ્રમાણ બધા વર્ગોને મળી રહેશે.
હું માનું છું કે તમે તદ્દન ખરા છે.
હું નથી ધારતો કે મને જે બીજો વિચાર આવે છે તે સાથે તમે સંમત થશે.
એવું શું છે જે ? (૩) કલાઓની ક્ષતિ થવાનાં બે કારણે દેખાય છે.* એ કયાં? મેં કહ્યું : સંપત્તિ અને નિર્ધનતા. એ કેવી રીતે અસર કરે છે?
એમની અસર આ પ્રમાણે થાય છે: કુંભાર પૈસાદાર થાય ત્યાર પછી શું તમે એમ માને છે કે એ પોતાની કલા પાછળ એટલી જ જહેમત ઉઠાવશે ?
અવશ્ય નહિ. * મુદ્દો : ૨. નગર રાજ્યમાં સંપત્તિનું સ્થાન.