________________
૪૨૦
૧૮૧
() કહ્યુંઃ તે આપણે શું જવાબ આપીશું એમ તમે પૂછવા માગે છે ખરું ને?
હા.
મેં કહ્યું? આપણે જે જુને માર્ગે ચાલીશું તે હું માનું છું કે આપણને ઉત્તર મળી રહેશે. અને આપણે જવાબ એ છે કે તેમની અત્યારે છે તેવી દશામાં પણ આપણું પાલકે સૌથી વધારે સુખી માણસ હોય એ બહુ સંભવિત છે; વળી– રાજ્ય સ્થાપવાને આપણે હેતુ કોઈ એક વર્ગનું અ-સમાન સુખ સાધવાને નહિ, પરંતુ સમગ્રનું મોટામાં મોટું સુખ સાધવાનો હતો; આપણે ધારેલું કે સમગ્રના હિતને દૃષ્ટિમાં રાખીને જ્યાં વ્યવસ્થા કરવામાં આવે છે એવા રાજ્યમાં ધર્મ, અને ખરાબ રીતની વ્યવસ્થાવાળા રાજ્યમાં અધર્મ મળી આવવાને સૌથી વધારે સંભવ છે; અને એ આપણને () મળી આવે ત્યાર પછી જ એ બેમાંથી વધારે સુખી કે તેને આપણે નિર્ણય કરી શકીએ. હું માની લઉં છું કે અત્યારે આપણને કકડે કકડે નહિ અથવા થોડાએક પુરવાસીઓને સુખી કરવાની દૃષ્ટિએ નહિ, પણ સમગ્ર (અવિભાજ્ય એકમ) રીતે એક સુખી રાજ્યને ઘડી રહ્યા છીએ; અને ધીમે ધીમે એનાથી વિરુદ્ધ પ્રકારના રાજ્યને પણ આપણે નજરે જોઈશુ. ધારો કે આપણે એક મૂર્તિનું ચિત્રાલેખન કરીએ, અને કોઈ આપણી પાસે આવી ચડ્યો અને બોલ્યોઃ શરીરનાં સુંદરતમ અંગોમાં તમે સૌથી સારા રંગે શા માટે પૂરતા નથી-આંખ નીલવણું જોઈએ, પણ તમે એને શ્યામ કરી છે– તે એવાને આપણે ખુશીથી જવાબ (૩) આપી શકીએ; સાહેબ, આંખે એ પછી આંખે જ ન રહે એટલે અંશે તમે એને સુંદર કરવાનું તો અવશ્ય નહિ જ કહે; ઊલટું આ અને બીજાં અંગોને એમનાં સુયોગ્ય પ્રમાણ આપીને આખાને અમે સુંદર કરીએ છીએ
૧. પરિચ્છેદ ૮ માં આ મુદ્દો ચર્ચવામાં આવ્યો છે.