________________
પ રિ એછે દ
૪.
(૪૧૯) અહીં ઍડેઈમેન્ટસે વચ્ચે એક પ્રશ્ન પૂછ્યોઃ તેણે કહ્યું, સોક્રેટિસ, જે કઈ માણસ એમ કહે કે તમે આ લેકેને દુઃખી કરે છે, અને એમના પિતાના દુઃખનું કારણ તેઓ પોતે જ છે, તો તમે શો જવાબ આપે ? વસ્તુતઃ નગર એમની માલીકીનું છે, પણ એથી એમને કશો ફાયદો થતો નથી; જ્યારે (એથી ઊલટું) બીજા માણસે જમીને લે છે અને મોટાં તથા આલશાન મકાને બંધાવે છે તથા એમના પોતાના લાભાર્થે દેવોને યજ્ઞો કરીને તથા અતિથિને સત્કાર કરીને બધું સારું સારું પોતાની પાસે રાખે છે; વળી તમે હમણાં જ કહેતા હતા તેમ સોનું અને રૂપું તથા નસીબના માનીતાએ પાસે જે કંઈ સામાન્ય રીતે હોય તે બધું તેમની પાસે છે જ–પરંતુ નગરના એક ખૂણામાં પૂરી રાખ્યા હોય એવા, હરહંમેશ પેંગડામાં પગ રાખતા ભાડૂતી સિપાઈઓ કરતાં આપણું ગરીબ નગરવાસીઓની દશા કઈ રીતે સારી છે?
(ર૦) મેં કહ્યું : હા, અને તમે એમ પણ વધારામાં કહી શકે કે એમને માત્ર પેટિયું આપવામાં આવે છે અને ખોરાક ઉપરાંત, બીજા માણસોની જેમ, એમને વધારામાં પગાર આપવામાં આવતું નથી; અને તેથી મન થાય તો પણ તેઓ મા ઊડાવવા મુસાફરીએ ન જઈ શકે; (વળી) કોઈ સ્ત્રી પાછળ કે વિલાસના બીજા છંદ જેમાં દુનિયાની દૃષ્ટિએ સુખ રહેલું માનવામાં આવે છે,–તેની પાછળ ખર્ચવાને એમની પાસે પૈસા નથી, અને આ જ પ્રકારના બીજા ઘણું આક્ષેપ ઉમેરી શકાય.
તેણે કહ્યું? પણ ધારે કે તહોમતનામામાં આ બધાને સમાવેશ થઈ ગયું છે.
૧. અથવા, “આ લોકોને એમના પિતાના જ ભલા માટે દુઃખી કરે છે.”