________________
પરિચ્છેદ ૩
મેં કહ્યું : પ્રિય ગ્લાઉકોન, મને એટલા વિશ્વાસ બેસતા નથી; તેઓ સુશિક્ષિત હાવા તા જોઈ એ જ એ બાબત મને પૂરી ખાત્રી છે, અને સારા શિક્ષણમાં—પછી ભલે તે ગમે તે ( પ્રકારનું) હોય પણ એમને અન્યાન્યના (૧) સંબંધમાં તથા જેએ એમના રક્ષણ તળે છે એમના તરફ સહાનુભૂતિવાળા અને સભ્ય બનાવવાનું વલણ વધારે હશે.
૧૬૮
તેણે જવાબ આપ્યા : સાવ સાચું.
અને માત્ર તેમનું શિક્ષણ જ નહિ પણ તેમનાં રહેઠાણ અને જે કંઈ એમની માલિકીનું હોય તે બધું એવું હોવું જોઈ એ કે પાલકા તરીકેના એમના ગુણને ક્ષતિ ન પહોંચે, તેમજ ખીન્ન પુરવાસીએ પર તૂટી (૩) પડવાને તેએ લલચાય નહિ. કાઈ પણ સમજી માણસે એ કબૂલ કરવું જોઈ એ. કબૂલ કરવું જ જોઈ એ.
ત્યારે એમના વિશેના આપણા ખયાલને જો એમણે સાચે કરી બતાવવા હોય, તેા એમના જીવનના માર્ગો કેવા હશે એ વિશે હવે આપણે વિચાર કરીએ. પહેલાં તે જે ચીજો સર્વાં ́શે જરૂરની હોય એ સિવાય તેમાંના કાર્ડની પાસે કશી મિલ્કત ન હોવી જોઈ એ; તેમજ ( બીજા ) કાઈ તે ( એમનાં મકાનાની અંદર) દાખલ થવાનું મન થઈ આવે અને એ બંધ બારણાં જુએ એવું ખાનગી ઘર કે કાહાર એમની પાસે હાવાં ન જોઈ એ.+જેએ સંયમી અને શુરવીર પણુ હોય—એવા કસાયેલા લડવૈયાઓને જરૂર પડે તેવી જ તેમની ખાધાખારાકી રાખવી જોઈ એ; નગરવાસીઓ પાસેથી પગારનો મુકરર કરેલા
* કેળવણીની પદ્ધતિ વિશેના આ પહેલા ખરા છે; અને આ પદ્ધતિ અનુસાર તમામ પાલકા સારા જ થશે એમ સોક્રેટિસને એટલે કે પ્લેટને વિશ્વાસ બેસતા નથી, આગળ ઉપર કલમ ૪૩૫-૩, ૫૦૨-રૂ-૫૦૩-૫૦૪ માં પ્લેટા કેળવણીને બીજો ખરડો તૈયાર કરે છે, તેનું અહીં સૂચન છે,
+ પ્લેટાના સામ્યવાદ : Communism-માત્ર પાલકામાં,