________________
પરિચછેદ ૨
ફેરબદલી થવી જોઈએ; અને (કોઈ) કારીગરના પુત્રો એવા પણ હોય, કે જેમનામાં સુવર્ણ કે રૂપાનું મિશ્રણ હેવાને લીધે એમને પ્રતિષ્ઠાને સ્થાને ઊંચા ચડાવવામાં આવે અને તેઓ પાલકે કે સહાયકે. થાય, તેમ કોઈ બાળકને હેદ્દામાં નીચે ઉતરવું પડે અને ખેડૂત કે કારીગર થવું પડે તે પાલકે તેના તરફ દયાની નજરે જોવાનું નથી. કારણ દેવવાણું જાણનાર કહે છે કે જ્યારે પિત્તળને કે લોખંડને માણસ રાજ્યનું રક્ષણ કરવા જાય છે, ત્યારે તે રાજ્યનો નાશ થાય છે.૪ કથા આવી છે. આપણું નગરવાસીઓ એમાં આસ્થા મૂકે એ જરાય સંભવ છે કે નહિ ?
(૩) તેણે જવાબ આપ્યો : આજના જમાનામાં તો નથી. (આજે) આ સાધવાને કોઈ રસ્તો નથી; પણ એમના પુત્ર પાસે આ વાત આપણે મનાવી શકીએ, અને એમના પુત્રના પુત્ર પાસે, તથા તેમના વંશજો પાસે.
મેં જવાબ આપે : મુશ્કેલી (શી છે તે) હું જોઉ છું; અને છતાં આ માન્યતામાં શ્રદ્ધા હશે, તે તેઓ નગર અને એકબીજાનું વધારે રક્ષણ કરશે. પરંતુ એ કલ્પિત કથા વિશે–બહુ થયું, અને આપણે આપણી ભૂમિમાંથી જન્મેલા વીરપુરુષોને સજજ કરીએ અને એમના શાસનકર્તાઓના આદેશથી એમને દેરીએ એ દરમિયાન ભલે એ કથા લેક્વાયકાની પાંખો પર બહાર ઊડે ! ભલે તેઓ આસપાસ તપાસ કરે અને એવી જગ્યા શોધી કાઢે કે જ્યાંથી માહોમાંહેથી જ જે કોઈ આડા પડે, તો સૌથી સારી રીતે બળવો (૬) દાબી દેવાય અને બહારથી વરૂઓ જેમ (ઘેટાંના) વાડામાં ઉતરી પડે તેમ દુશ્મનો આવી ચડે તે તેમની સામે પણ રક્ષણ કરી શકાય; આવી જગ્યા
* સરખા આપણી તથા હિસિયડમાં મળી આવતી ચાર પ્રકારના યુગાની ભાવના.
+ સરખાવો પરિ. ૭-૫૪૧.