________________
૨૧૭
૧૭૯
દર લેવા તેમણે કબૂલ થવું જોઈ એ, અને તે એક વર્ષનાં ખર્ચને પૂરા પડે એટલા જ હોવા જોઈ એ, વધારે નહિ; અને છાવણીમાં સૈનિકા રહેતા હેાય તેમ તેઓ (બધા) સાથે જમશે અને રહેશે. સેાનું અને રૂપું તે આપણે એમને કહીશું કે ઈશ્વરે એમને જ આપ્યું છે; વધારે સ્વગીય ધાતુ એમના પેાતાનામાં છે, અને તેથી (સામાન્ય) માણસામાં જે કચરા ચલણ છે તેની તેમને જરૂર નથી, અને એવા કાઈ સંસારી મિશ્રણથી એમની સ્વગીય ( ધાતુ ) એમણે દૂષિત કરવી ન જોઈ એ. (૪૧૭) કારણ એ અતિસામાન્ય ધાતુ ધણાં અપવિત્ર કર્મોનું મૂળ બની છે, પણ તેમની પેાતાની ( ધાતુ) શુદ્ધ છે. અને બધાપુરવાસીઓમાંથી માત્ર એમણે જ રૂપા કે સેનાને અડવું નહિ કે એને ઉપયાગ કરવા નહિ અથવા જે છાપરા નીચે તે હોય ત્યાં તેમણે રહેવું નહિ, તેમ એને પહેરવું નહિ કે એના પાત્રમાંથી પીવું નહિ. આ જ એમની મુક્તિ તથા ( આ રીતે જ ) તે રાજ્યના (પણ) મુક્તિદાતા થશે. પરંતુ કાઈ કાળે જો તેઓ તેમનાં પોતીકાં ધર કે જમીન કે પૈસા મેળવશે તે તેએ પાલકાને બદલે ધરરખુ અને ખેડૂતા બનશે; ( ૬ ) ખીજા પુરવાસીઓના મદદગારો થવાને બદલે તેમના દુશ્મન અને જુલમગારા થશે; ધિક્કારતા અને ધિક્કારાતા, ક્રાવત્રાં કરતા અને કાવત્રાંને ભાગ બનતા, તે બહારના શત્રુએ કરતાં અંદરના દુશ્મનાની ધણી જ વધારે મોટી ભીતિમાં પેાતાની આખી જીંદગી ગુજારશે, અને તેમના પેાતાનેા તથા બાકીના રાજ્યના નાના વખત પાસે આવી લાગશે—જે બધાં કારણેાને લીધે આપણે શું એમ હું કહીએ કે આપણા રાજ્યની વ્યવસ્થા આવી જ રીતે કરવામાં આવશે, અને એમનાં ધર તથા બીજી બધી ખાખતા વિશે આપણે ઘડેલા આ જ નિયમા પાલકાને લાગુ પડશે ?
ગ્લાઉકાને કહ્યું : હા.