________________
૧૦૧
પરિચછેદ ૨ પરંતુ ખરે જ ઈશ્વર અને ઈશ્વર સંબંધીની વિગતો દરેક રીતે પૂર્ણ હોય છે?
અલબત્ત છે જ.
ત્યારે બાહ્ય અસર દ્વારા વિવિધ આકારે ગ્રહણ કરવાની એને ભાગ્યે જ ફરજ પાડી શકાય ?
ન પાડી શકાય. - પરંતુ પિતાની મેળે શું એ બદલાઈ ન શકે તથા પરિવર્તન ન પામે ?
તેણે કહ્યુંઃ જે એનામાં કંઈ પણ પરિવર્તન થતું હોય, તે એ રીતે જ થઈ શકે એ સ્પષ્ટ છે.
અને તે એ વધારે સારા અને સુંદર થવા પોતાનું પરિવર્તન કરશે, કે (પછી) વધારે ખરાબ અને કદ્રુપ થવા ?
(૪) એ બદલાતો જ હોય, તો તે બદલાઈને પણ એ વધારે ખરાબ જ થઈ શકે, કારણ સદગુણમાં કે સૌંદર્યમાં આપણે એને ઊણે કપી શક્તા નથી.
સાવ સાચું, એડેઈમેન્ટસ, પરંતુ દેવ કે મનુષ્ય એ બેમાંથી એકેય પોતાની જાતને શું વધારે ખરાબ કરવા ઇચ્છશે ?
અશકય.
ત્યારે ઈશ્વર બદલાવાની ઇચ્છા કરે એ પણ અશક્ય છે; સામાન્ય માન્યતા પ્રમાણે સૌથી સુંદર અને શ્રેષ્ઠ જેને (થોડો પણ) ખ્યાલ બાંધી શકાય એવો એ છે, તેથી દરેક દેવ + અનંત કાળ સુધી સંપૂર્ણપણે પિતાના જ સ્વરૂપમાં રહે છે.
તેણે કહ્યું ઃ મારા અભિપ્રાય પ્રમાણે એટલું અવશ્ય ફલિત થાય છે.
() કહ્યું ત્યારે, પ્રિય મિત્ર, કઈ પણ કવિને આપણે એમ નહિ કહેવા દઈએ કે –
• Every Gad એવો શબ્દ પ્રયોગ છે.