________________
૩૮.૮
૧૧૭
નીચે પ્રમાણે બોલાવરાવીને એને વિશે તદ્દન ખોટે ખયાલ આપવાની વૃષ્ટતા તો એ ગમે તેમ તોપણ નહિ જ કરી શકે –
“અરે પ્રભુ ! ખરે જ મારી સગી આંખે મારા પ્રિય મિત્રની પાછળ પડેલા હું જોઉં છું, અને નગરમાં એને ચકર ચકર ભટકવું પડે છે, અને મારું હૃદય શેકાતુર થઈ જાય છે.” અથવા વળી:–
મિનેશિયસના પુત્ર પેટ્રોલસને હાથે, માનવીઓમાં મને જે સૌથી વધારે પ્રિય છે એવા સાપેડેનની હાર થઈ અને (૬) તેમાં હું નિમિત્તરૂપ થયો, તે મારું કૂંડું થજે.”
કારણ મારા પ્રિય એડેઈમેન્ટસ, જે આપણા યુવાને દેવો વિશેના આવા અયોગ્ય ખયાલેને ગંભીર થઈને સાંભળે, તે–એવા ખયાલને હસી કાઢવા જોઈએ તેને બદલે–પોતે માત્ર માનવી છે તેથી એવાં કૃત્યો પિતાને અપયશકર્તા ગણાય એમ ભાગ્યે જ કોઈને લાગશે, તેમજ કાઈના મનમાં એવું કરવાનું કે બોલવાનું જરા પણ ઊગી આવે, તો તેને ઠપકાને પાત્ર ગણશે નહિ; અને કશી શરમ લાગવાને કે પિતા પર કાબુ રાખવાને બદલે, શુદ્ધ પ્રસંગોએ એ હમેશાં રડશે અને વિલાપ કરશે. (૬) તેણે કહ્યું: હા, એ તદ્દન ખરું છે.
જવાબ આપ્યો : હા, પરંતુ આપણને હમણાં જ લીલમાં સાબીત થઈ ચૂક્યું છે તેમ–જે કદી ન બનવું જોઈએ એ જ એ છે; અને વધારે સારી સાબીતી દ્વારા, વિરોધી પ્રમાણ ન મળે, ત્યાં સુધી આપણે આ સાબીતી સ્વીકારવી જોઈશે.
એમ કદી ન બનવું જોઈએ.
તેમ જ આપણું પાલકેએ હસવામાં પોતાની જાત ભૂલવી ન જોઈએ. કારણ હાસ્યના આવેગને જો કોઈ વધારા પડતું વશ વર્તે,
૧. Ibid : 22-168; ૨, Ibid : 26-433,