________________
४०२
૧૪૦
પાણીમાં અથવા દર્પણમાં આપણે તેનું પ્રતિબિંબ પણ ઓળખી શકીએ છીએ; (કારણુ) એક જ કલા અને અભ્યાસ આપણને બંનેનું જ્ઞાન આપે છે –
બરાબર–
તેવી જ રીતે, હું પ્રતિપાદન કરું છું તેમ, જ્યાં સુધી (૧) આપણે અને આપણું પાલક સંયમ, શૌર્ય, ઉદારતા, એશ્વર્ય તથા એમના સજાતીય બીજા સણોનાં ઘટક તને તેમ જ તેનાં વિરોધી તત્ત્વોને એમનાં તમામ સંયોજનોમાં ન જાણે અને નાની કે મોટી વસ્તુઓમાં (એ તો પ્રતીત થાય તેથી) એને તુચ્છ ન ગણતાં, એક જ કલા અને અભ્યાસને એ બધાં વિષય છે એમ માનીને, એ તો
જ્યાં જ્યાં મળી આવે ત્યાં ત્યાં, એમની તથા એમની પ્રતિષ્ઠાયાને ઓળખતાં ન શીખે, ત્યાં સુધી ન તો આપણે, કે ન તે જેમને આપણે કેળવવાના છે તે આપણું પાલકે કદી સંવાદી કે સંગીતમય થઈ શકે.*
અચૂક.
(૪) અને (કોઈ) સુન્દર આત્મા સુન્દર તત્વની સાથે એક્તાન થઈ જાય અને બંને એકાકાર થઈ રહે, ત્યારે જેનામાં એ નીરખવાની શક્તિ હશે તેને એ દશ્ય સૌથી મનહર લાગશે, નહિ ?
ખરેખર સૌથી મનોહર લાગશે. અને જે સૌથી વધારે મનહર છે તે સૌથી સુન્દર પણ છે! એને સ્વીકાર કરી શકીએ.
* “Ei de’-Form-Idea ને સૌથી પહેલો ઉલ્લેખ પહેરેનું આદર્શ નગર-રાજ્યમાં આ જગાએ આવે છે, પ્રત્યેક સદ્દગુણ જેવા કે શૌર્ય, સંયમ વગેરના જુદા જુદા આવિર્ભાવમાં જે કંઇ સમાન એક તત્ત્વ રહેલું છે, જેને લઈને શૌર્ય તે શૌર્ય છે અને સંયમ તે સંયમ છે એ સમાન તત્વ તે Ei d . આ તો તે લગભગ બેનનાં Forms (ફોર્મ્સ) જેવાં અહીં લાગે છે.–નીચે જુઓ: ૫ ૬ ૭૬.
૪ પરિ. ૩, મુદ્દો ૮ : માનસિક કેળવણીનું અંતિમ ધ્યેય.