________________
૧૫૪
પરિછેદ કેળવણી મળી છે એમ જે લેકે દાવો કરે છે તેમને પણ પહેલા નંબરના () દાક્તરે અને ન્યાયાધીશોની જરૂર પડે છે? માણસના પિતાના ઘરમાં ન્યાય કે સારું આરોગ્ય ન હોય તેથી તે માટે એને બહાર ભટકવું પડે અને બીજા માણસોના હાથ નીચે પિતાને શરણાગત બની રહેવું પડે અને તેમને પોતાના શેઠ તથા ન્યાયાધીશ તરીકે સ્વીકારવા પડે એ શું શરમ ઉપજાવે તેવું અને સારા ઉછેરની ખામીનું મોટું ચિહ્ન નથી.
તેણે કહ્યું: બધી બાબતે કરતાં એ સૌથી વધારે લજજાપદ (છે જ.)
મેં જવાબ આપેઃ વિચાર કરતાં તમને એમ લાગે કે આને પણ વટી જાય એવી અનિષ્ટની એક ભૂમિકા છે, જ્યાં માણસ શું વાદી કે પ્રતિવાદી તરીકે, પોતાના બધા દિવસે કેરટમાં ગાળતો જંદગીભરને કેરટેચડ + થઈ રહે છે એટલું જ નહિ પણ પોતાની કુરુચિને લીધે પોતાની કલહપ્રિયતાને માટે ઉલટો ખરેખર એ મગરૂર થવા પ્રેરાય છે; (૨) એ એમ કપે છે કે પોતે અપ્રમાણિકપણામાં નિષ્ણાત છે તથા દરેક કુટિલ કામ કરવા અને કુમળી ડાંખળીની જેમ વાંકા વળીને દરેક છિદ્રની અંદર કે બહાર આમતેમ જઈ શકવા અને ન્યાયના ચૂકાદામાંથી છટકી જવા એ સમર્થ છે: અને આ બધું શા માટે ?–ઉલ્લેખ કરવાની યોગ્યતા ન ધરાવતી હોય એવી સુદ બાબતોમાં લાભ ઉઠાવવા માટે,કારણ એ જાણતો નથી કે પોતાના જીવનને એવી રીતે વ્યવસ્થિત કર્યું હોય કે કાં ખાતા ન્યાયાધીશ વગર ચલાવી લેવા આપણે શક્તિમાન થઈએ તે તે અત્યંત ઉચ્ચ અને ઉદાત્ત વસ્તુ છે. શું આ હજી એથી પણ વધારે શરમભરેલું નથી ?
તેણે કહ્યુંઃ હા, એ હજી એથી પણ વધારે શરમભરેલું છે. + જેને કેટે ચડવાની ટેવ પડી છે તેવો.