________________
૧૫ર
પરિછેદ ૩
જ્યારે તેને વીર પુરુષો લડાઈની પ્રવૃત્તિમાં પડ્યા હોય, ત્યારે એમના જમણમાં એ તેમને સૈનિકને ખોરાક ખવડાવે છે, તેઓ હેલેન્ટના કિનારા પર છે છતાં તેમને માછી (વા) આપવામાં આવતી નથી, અને તેમને બાફેલું નહિ પણ માત્ર દેવતા પર શેકેલું માંસ આપવામાં આવે છે, કારણ એમાં વાસણો અને તવાઓ લઈ જવાની તકલીફ ઉઠાવવાની જરૂર પડતી નથી; અને એ માટે એમને માત્ર દેવતા પાડવાનું હોય છે તેથી સૈનિકે માટે એ ખેરાક સૌથી વધારે અનુકૂળ છે,
ખરું.
અને હોમરમાં ગળ્યાં મિષ્ટાન્નોને ઉલ્લેખ ક્યાંય મળી આવતે નથી એમ કહેવામાં હું ભાગ્યે જ ભૂલ કરતો હોઈશ. પરંતુ એ એકલે જ કંઈ એની મના કરતું નથી; તમામ ધંધાદારી કસરતબાને પૂરેપૂરું ભાન છે કે જેણે (આરોગ્યની) સારી સ્થિતિમાં રહેવું હોય તેણે એ જાતનું કશું ખાવું ન જોઈએ. - તેણે કહ્યું : હા, અને આ સમજીને એવું ન ખાવામાં તેઓ કશું ખોટું કરતા નથી. | () ત્યારે સિક્યુઝમાં અપાય છે તેવાં ખાણાં અને સિસિલીના પાકશાસ્ત્ર પ્રમાણે તૈયાર થતી સ્વાદિષ્ટ વાનીઓની તમે અનુમતિ નહિ આપે.
હું નથી ધારતો.
તેમજ માણસે જે (આરોગ્યની) સારી સ્થિતિમાં રહેવું હોય, તો આપણે કરિન્થની કોઈ છોકરીને એના સુન્દર મિત્ર તરીકે નહિ રાખવા દઈએ.
અવશ્ય નહિ.
તેમજ (આપણે) એથેન્સની મિષ્ટાન્ન બનાવવાની પદ્ધતિ પ્રમાણે તૈયાર કરવામાં આવેલી વાનીઓ, જેને તેઓ મીઠ્ઠી માને છે તેને તમે અનુમોદન નહિ આપે, ખરું ને ?