________________
૪૧૪
પક
એ
થી
દરેક ઉંમરે પરીક્ષામાંથી શુદ્ધ અને વિજયી થઈ (૧૪) નીકળશે, એને જ રાજ્યને પાલક અને શાસનકર્તા નીમવામાં આવશે. જીવનમાં અને મૃત્યુ પછી એનું સન્માન કરવામાં આવશે, અને આપણે આપી શકીએ એવાં સૌથી મોટાં – સમાધિસ્થાન તથા સન્માનમાં સ્મારકે એને નામે બાંધવામાં આવશે. પરંતુ જે કોઈ નાપાસ થાય એને આપણે બાતલ કરે જોઈશે. આપણા પાલકે અને શાસનકર્તાઓને ચૂંટવાની તથા નીમવાની આ જાતની પદ્ધતિ રહેશે એમ માનવાને હું પ્રેરાઉ છું. હું આ સામાન્ય રીતે કહું છું, શબ્દેશબ્દ આમ જ થવું જોઈએ એમ મારું કહેવું નથી.
તેણે કહ્યું અને સામાન્ય દષ્ટિએ બોલતાં હું તમારી સાથે સંમત થાઉં છું.
(a) અને કદાચ “પાલક” એ શબ્દ એના પૂરેપૂરા અર્થમાં માત્ર ઉચ્ચતર વર્ગને જ લાગુ પાડવો જોઈએ કે જે પરદેશી દુશ્મન સામે આપણું રક્ષણ કરે અને ઘેર આપણાં પુરવાસીઓમાં શાંતિ જાળવે, એવી રીતે કે પુરવાસીઓને આપણને નુકશાન કરવાની ઇચ્છા ન થાય, અથવા બીજાઓ (બહારના દુશ્મનો) પાસે (આપણને નુકસાન કરવાની શક્તિ ન રહે. જે જુવાન માણસોને આપણે પહેલાં પાલકે કહ્યા હતા તેમને “સહાયકે” તથા શાસનકર્તાઓના સિદ્ધાંતોના મદદનીશ, એવું નામ આપવું તે વધારે યોગ્ય છે.
તેણે કહ્યું હું તમારી સાથે સંમત છું.
ત્યારે આપણે થોડી વાર પહેલાં જ જે વિશે વાત કરી હતી, તેવું આવશ્યક જુઠ્ઠાણું આપણે કેવી રીતે ઘડી કાઢીશું–(૪) માત્ર એક રાજજૂઠાણુંજે શક્ય હોય તો શાસનકર્તાઓને અને નહિ તો બાકીના નગરવાસીઓને છેતરવા ઉપયોગમાં આવે?
તેણે કહ્યુંઃ (એ વળ) કઈ જાતનું જુઠ્ઠાણું * મુદ્દોઃ Royal Lie : રાજ જુઠ્ઠાણું સરખાઃ ૩૮૨, ૩૮૯ વ૪૫૯- ૩.