________________
પરિપદ ૩
૧૭૨
માટે, હું હમણાં જ કહેતો હતો તેમ, એમના વિચાર અનુસાર રાજ્યનું જે હિત હોય તે જ પોતાના જીવનને નિયમ બને–એવી પિતાની પ્રતીતિના સૌથી સારા પાલક કોણ છે એ બાબત આપણે પૃચ્છા કરવી જોઈએ. એમની કિશોરાવસ્થાની શરૂઆતથી આપણે એમનું નિરીક્ષણ કરવું જોઈએ અને તેઓ (સત્યને) ભૂલી જાય અથવા (પતે) છેતરાઈ જાય એ સૌથી વધારે સંભવ હોય તેવાં કામ તેમની પાસે કરાવવાં જોઈએ, અને જે (પિતાનું કર્તવ્ય) સ્મૃતિમાં રાખે અને (૬) છેતરાય નહિ તેને પસંદ કરો અને પરીક્ષામાં જે નાપાસ પડે એને બાતલ કરવો જોઈએ. આપણે એ રસ્તો લઈશું.
હી.
અને એમને માટે મજૂરીનાં કામ તથા દુ:ખ અને લડતનું નિયંજન જોઈએ, કે જેથી તેઓને એ જ ગુણોની વધારાની સાબીતીઓ આપવી પડે.
તેણે જવાબ આપ્યો : તદ્દન સાચું.
મેં કહ્યું : અને પછી આપણે જાદુથી (કે છેતરપીંડીથી) એમની પરીક્ષા કરવી જોઈએ—એ ત્રીજા પ્રકારની કસોટી છે–અને તેઓ કેવી રીતે વર્તે છે એ જોવું જોઈએ, જેમ નાના વછેરાઓને, તે ભડકે એવા છે કે નહિ એ જેવા, (મેટા) અવાજો અને તોફાનમાં લઈ જવામાં આવે છે, (૭) તેમ આપણા યુવાને તમામ માયાજાળની વિરુદ્ધ સુસજજ છે કે નહિ તથા હંમેશાં ઉદાત્ત વૃત્તિના, પોતાના તેમ જ પોતે લીધી છે તે માનસિક કેળવણીના સારા પાલકો છે કે નહિ, અને બધા સંજોગોમાં, રાજ્યને તથા વ્યક્તિને સૌથી વધારે ઉપયોગી થઈ પડે એવો તાલબદ્ધ અને સુસંવાદી સ્વભાવ ટકાવી રાખે છે કે નહિ– એ આપણે શોધી શકીએ તે ખાતર આપણે તેમને કોઈ જાતના મહાભયમાંથી પસાર કરીશું અને પાછા સુખમાં મૂકીશું, અને (એ રીતે) ભઠ્ઠીમાં સોનાની કસોટી થાય છે એ કરતાં વધારે સંપૂર્ણપણે આપણે એમને ચકાસીશું, અને જે કોઈ કિશોર, યુવાન અને પ્રૌઢ વયે એમ