________________
૪૦૮
જોઈએ કે એક સવાલમાં તમે જે બે બાબતે એક નથી એને ભેળવી દે છે.
તેણે પૂછ્યું એમ કેમ ?
મેં કહ્યું કે, જે–તમે દાક્તરે અને ન્યાયાધીશોને ભેગા મૂકે છે. હવે હકીકત એવી છે કે જેમણે પોતાની યુવાવસ્થાથી માંડીને પિતાની કલાના જ્ઞાનની સાથે સાથે રોગને વધારેમાં વધારે બહેળા અનુભવ (6) પણ મેળવ્યો હોય તેવા જ સૌથી વધારે કુશળ દાક્તરો થઈ શકે. તેઓનું આરોગ્ય (બહુ) દઢ ન હોય તો વધારે સારું અને એમના પિતાના શરીરમાં તમામ જાતના રોગે હોવા જોઈએ. કારણ મારા ખયાલ પ્રમાણે, જે સાધનથી તેઓ શરીરને રોગમુક્ત કરે છે એ સાધન કંઈ શરીર નથી; એમ હેય તે તેમને કદી રેગ થયે હોય અથવા થાય તો આપણે ચલાવી લઈ ન શકીએ પરંતુ તેઓ મનથી જ શરીરને રોગમુક્ત કરે છે, અને જે મન રોગિષ્ટ થઈ ગયું છે ? અને છે, તે કેાઈને રોગમુક્ત કરી શકે નહિ.+
તેણે કહ્યું એ તદ્દન ખરું છે.
(૪૦૯) પરંતુ ન્યાયાધીશને સવાલ જુદો છે; કારણ એ મનથી મન પર શાસન કરે છે, માટે પિતાના જાતઅનુભવ પરથી જેમ વૈદ્ય બીજાઓના શારીરિક વ્યાધિઓનું અનુમાન બાંધી શકે, તેમ ન્યાયાધીશ બીજાના ગુનાઓ વિશેનું પણ જલદીથી અનુમાન કરી શકે એટલા જ કારણસર, કંઈ એને દુર્ગણી મનવાળા લોકોની સાથે શિક્ષણ અપાવવાની, અને તેમની સોબતમાં જુવાનીથી માંડીને રહેવાની તથા આખી નામાવલીમાં આવતા ગુનાઓમાંથી (અનુભવ લેવા) પસાર થવાની જરૂર નથી; જે સુ-પ્રતિષ્ઠિત ચિત્ત વડે (તેમણે નૈતિક દષ્ટિએ)
* શારીરિક કેળવણુ-મુદો-૪, વૈઘ અને ન્યાયાધીશ.
+ સરખા ઉપર ૩૯૬ મ તથા તેની ફૂટનોટ, સારા વૈદ્યને પિતાને બધા રોગો થયા હોવા જોઈએ એવી પ્લેટની દલીલ આપણને વિચિત્ર લાગે
૧૧