________________
૧૬૨
પરિચછેદ ૩ નિરોગી નિર્ણય આપવાને છે, તેને કિશોરાવસ્થામાં દુષ્ટ ટેવને કશે અનુભવ ન હોવો જોઈએ, અથવા તેને ચેપ ન લાગવો જોઈએ. અને સારા માણસોના આત્મામાં, દુષ્ટતા (વા) શી વસ્તુ છે એનાં દૃષ્ટાંત હતાં નથી, તેથી કિશોરાવસ્થામાં તેઓ ઘણી વાર જે ભેળા જેવા દેખાય છે તથા અપ્રમાણિક લેકે તેમને સહેલાઈથી છેતરી જાય છે તેનું પણ આ જ કારણ છે. તે તેણે કહ્યું ઃ હા, તેમને છેતરાવાને ઘણો જ સંભવ છે.
મેં કહ્યું તેથી ન્યાયાધીશની ઉમ્મર નાની ન હોવી જોઈએ. આત્માથી (એટલે– નહિ કે જાત અનુભવ પરથી) પરંતુ બીજામાં રહેલી દુષ્ટતાના સ્વભાવનાં લાંબાં અને મોડે સુધી કરેલાં નિરીક્ષણ દ્વારા ઃ (વા) અંગત અનુભવ નહિ પણ જ્ઞાન એનું દોરનાર દેવું જોઈએ.
તેણે કહ્યુંઃ હા. આદર્શ ન્યાયાધીશ એ છે.
મેં જવાબ આપ્યોઃ હા, અને એ સારે માણસ હશે જે તમારા પ્રશ્નનો જવાબ છે ]; જેનો આત્મા સારે છે એ પોતે સારે છે. પરંતુ કુટિલ અને શંકાશીલ સ્વભાવ જેને વિશે આપણે વાત કરતા હતા,-એ, જેણે ઘણુ ગુનાઓ કર્યા છે અને જે પિતાને દુષ્ટતામાં એક્કો માને છે, તે જ્યારે પિતાના સહચરેની સાથે હોય છે ત્યારે પોતાની જાત પરથી એ લોકો વિશે વિચાર બાંધે છે તેથી પહેલેથી ઉપાયે લેવામાં એ (કઈ) અદ્દભુત હોય છે; પરંતુ
એવી છે અને એ જાત અનુભવ અશક્ય પણ છે. વૈદ્યમાં રાગોનું અનુભવજન્ય જ્ઞાન હોવાની જરૂર નથી, “મનથી જ શરીરને રોગમુક્ત કરે છે – આનો અર્થ Mental Healing કે શ્રદ્ધાથી રોગ મટાડવો એવો નથી, મનથી વિચાર કરીને વૈદ્ય દવા આપે છે અને તેથી રાગ જાય છે એટલો જ અર્થ પ્લેટને અભિપ્રેત છે. પરિ. ૨-૩૭૬ જ્યાં લેટે ઓળખવું અને જ્ઞાન હાવા વચ્ચે ગોટાળો કરે છે, તેમ અહીં રાગનો જાતે અનુભવ હોય તે જ તેનું જ્ઞાન થઈ શકે એમ પ્લેટ માને છે.