________________
૧૬૮
પરિછેદ ૩
તેણે કહ્યું: એ તદ્દન ખરું છે.
અને એક પ્રાણવાન અને બીજું તે ફિલસૂફીનું-એવાં બે તો મનુષ્યસ્વભાવમાં રહેલાં છે તેથી મારે એમ જ કહેવું જોઈએ કે કોઈ દેવે આ બે તત્તનો સુગ્ય સંવાદ સધાય નહિ ત્યાં સુધી એ (૪૧૨) [ વાજીંત્રના તારની જેમ ] ઢીલાં કે વધારે તંગ થઈ શકે એટલા માટે, એ બે તને [ અને માત્ર આડકતરી રીતે આત્મા અને શરીરને ] લાગુ પડે એવી બે કલાઓ એણે માનવ જાતને અપી છે.
એ જ હેતુ દેખાય છે.
અને જે માનસિક તથા શારીરિક કેળવણીનું સુંદરતમ પ્રમાણમાં મિશ્રણ કરે છે, અને એ દ્વારા આત્માને સૌથી સારી રીતે કેળવે છે, એને જ (વાજીંત્રના)તાર મેળવનારના કરતાં ઘણું જ ઉચ્ચતર અર્થમાં ખરેખર સાચે સંગીત અને સંવાદ સાધનાર કહી શકાય.
સેક્રેટિસ, તમે તદ્દન ખરું કહે છે.
અને રાજ્યવ્યવસ્થાને જે ટકાવી રાખવી હોય, તો આપણે રાજ્યમાં અધિષ્ઠાતા તરીકે આવી જ પ્રતિભાશાળી વ્યક્તિની હરહમેશ જરૂર રહેશે.
() કેવળ એની જ જરૂર રહેશે ?
ત્યારે ઉછેર અને કેળવણીના આપણું સિદ્ધાન્તો આવા છે, તે પછી આપણું પુરવાસીઓના નાચ અથવા એમની સરતો અને શિકાર કે એમના વ્યાયામ ને અશ્વારોહણની હરીફાઈઓની વધારાની વિગતોમાં ઉતરવાની શી જરૂર છે? કારણ આ બધાં સામાન્ય સિદ્ધાન્તને જ અનુસરે છે, અને આપણને એ સિદ્ધાન્ત) મળી આવ્યો છે, તેથી આ (વિગતો) નક્કી કરતાં આપણને મુશ્કેલી નહિ પડે.
હું ખાત્રીથી કહું છું કે જરાય મુશ્કેલ નહિ પડે. મેં કહ્યું: ઘણું સારું; ત્યારે હવે બીજે કયે પ્રશ્ન આવે છે ?