________________
જાર
૧૬૯ કેણે પ્રજા અને કોણે શાસનકર્તા થવું જોઈએ એ પ્રશ્ન શું આપણે પૂછ ન જોઈએ ?*
(૪) અચૂક
ઉમ્મરે નાનાં હોય તેમના પર વડીલેએ રાજ્ય કરવું જોઈએ એમાં તો શંકા ન હોઈ શકે.
એ સ્પષ્ટ છે. અને એમાંના સૌથી સારા હોય તેમણે શાસન કરવું જોઈએ. એ પણ સ્પષ્ટ છે.
હવે, જેઓ (એકાગ્ર ચિત્ત) ખેતીનું જ સૌથી વધારે સેવન કરતા હોય, એ જ શું સારામાં સારા ખેડૂતો નથી ?
હા.
અને આપણું નગર માટે સારામાં સારા પાલકે આપણી પાસે હોવા જોઈએ, તે જેમનામાં પાલકનો ગુણ વધારેમાં વધારે હોય તેઓ જ છે પાલક ન હોવા જાઈએ ?
હા.
અને આ પ્રયજન સાધવામાં તેઓ વિવેકી તથા કાર્યકુશળ હેવા જોઈએ, અને રાજ્યની તેમણે ખાસ સંભાળ રાખવી જોઈએ?
(૩) ખરું.
અને જેને પોતે ચાહતો હોય તેની માણસ સંભાળ લે એ સૌથી વધારે સંભવિત છે.
અવશ્ય.
અને પિતાના જેવાં જ જેનાં હિત છે એમ પોતે માનતો હોય તથા જેના સારા કે ખરાબ ભાવિથી કેાઈ કાળે પિતાના ભાવિ પર સૌથી વધારે અસર થશે એમ પોતે ધારતા હોય તેને તે ચાહશે–એ પણ સૌથી વધારે સંભવિત છે ખરું. * ૨૩ઃ મુદ્દો–પાલિકાની ચૂંટણ.