________________
૪૦.
૧૫૯
અને જેમના વનની ટેવે! આરાગ્યમય હતી, તથા જેમની કુરિયાદોનું સ્વરૂપ નિશ્રિત હતું તેમને જ વિવેકી એસ્લેપિયસે પોતાની કલાની શક્તિ દેખાડી હતી એમ (૪) માની શકાય; આવી (ફરિયાદોને) રેચ ૐ વાઢકાપથી એ દૂર કરતા અને રાજ્યના હિતને એમાં વિચાર કરીને, પાછું એમને એમનું સામાન્ય જીવન ગાળવા ફરમાવતા; પરંતુ જે શરીરમાં રેગ ધર કરી બેઠા હોય તેને ધીમે ધીમે રેચ કે કાંટ આપવાની પદ્ધતિથી સાજું કરવાના પ્રયત્ન કરતા નહિ. કાઈ પણ કામ માટે નકામી જેવી જીંદગીએ લંબાવવી કે (જેને પરિણામે) અશક્ત પિતાએ વધારે અશક્ત છેકરાંઓ પેદા કરે એ એને પસંદ નહાતું;—સાધારણ રીતે (બીજા જીવે છે એમ) જો કાઈ જીવન ગાળવા અશક્ત હોય, તેા એને ક ંઈ પડી નહાતી (૬) કે એને સાજો કરે; કારણ એવા (રાગને) ઉપામ પેાતાને કે રાજ્યને કશા પણ ઉપયાગને થઈ શકે નહિ.
તેણે કહ્યું : ત્યારે એસ્લેપિયસની એક રાજ્યદ્દારી પુરુષ તરીકે તમે ગણના કરી છે કેમ ?
એ સ્પષ્ટ છે; અને એના પુત્રો એના માનસને ( ૪૦૮ ) આગળ ઉપર વ્યક્ત કરે છે. એટલું ધ્યાનમાં રાખજો કે પ્રાચીન કાળના તેએ વીર પુરુષો હતા, અને જે દવાઓને! હું ઉલ્લેખ કરું છું તે ટ્રાયના ઘેરા વખતે તેઓ આપતા હતા. તમને યાદ આવશે કે જ્યારે પેન્ડેરસે મેનિલાસન ધાયલ કર્યાં ત્યારે તેમણે કેવી રીતે ‘ જખમમાંથી લાહી સૂચી લીધું, અને ઠંડા ઉપચારા છાંટવા ’૧, પરંતુ જેમ યુપિલસને કહ્યું નહાતું તેમજ, મેનિલાસના પ્રસંગે પણ દરદીએ પાછળથી શું ખાવું કે પીવું તે વિષે તેમણે કદી નિર્દેષ કર્યાં નહેતા. એમને ખયાલ એવા હતા કે ધાયલ થતા પહેલાં જેની ટવા આરોગ્યમય અને નિયમિત હૈાય એવા ગમે તે માણસને એમના ઉપચારો સાજો કરવા પૂરતા હતા; (વ) અને જો કે એણે (યુરિપિલસે) પાત્ર ભરીને પ્રેમ્નિયન દારુ પીધા ખરા—અને તેમ છતાં એ સાજો
૧ Iliad : 4-218.