________________
પરિછેદ ૩
ત્યારે તમે ફેસિલાઈડિઝનું વચન કદી સાંભળ્યું લાગતું નથી, કે માણસને ભરણપોષણનું સાધન મળે કે તરત જ તેણે સગુણનું આચરણ કરવું જોઈએ.
તેણે કહ્યું: એમ નહિ, એનાથી કંઈક અગાઉ (ભરણપોષણનું સાધન મળે તે પહેલાં) એણે શરુ કરવું જોઈએ એમ હું માનું છું.
મેં કહ્યું? આ વિશે આપણે એની (ફેસિલાઈડિઝની) સાથે ઝઘડે નહિ કરીએ; પણ ઉલટા આપણી જાતને પ્રશ્ન પૂછીશું? શું પૈસાદાર માણસે ફરજ તરીકે સગુણ આચરો જ જોઈએ કે પછી એ વગર એ જીવન ગાળી શકે ? () અને જે એની એ ફરજ હેય, તે આપણે આગળ જઈ એક પ્રશ્ન ઊભો કરીશું કે વ્યાધિઓને પથ્યાપથ્યવિધિ દ્વારા મટાડવાની એની પદ્ધતિ–જે યાંત્રિક કલાઓ અને સુથારીકામમાં ચિત્ત એકાગ્ર કરવામાં વિઘરૂપ થઈ પડે છે–તે શું ફેસિલાઈ ડિઝની ભાવનાની એટલી જ આડે આવતી નથી ?
તેણે જવાબ આપે એ વિશે કશી શંકા હોઈ જ ન શકે; શરીરની વધારા પડતી સંભાળ, જ્યારે શારીરિક કેળવણીના નિયમોનું ઉલ્લંઘન કરી જાય, ત્યારે સદ્ગણના આચરણની મહાવૈરી થઈ પડે છે.
જવાબ આપ્યો : હા, અને ઘરની, લશ્કરની અથવા રાજ્યના ખાતાની વ્યવસ્થા કરવામાં પણ એટલી જ વિરેધી; અને સૌથી વધારે અગત્યનું તો એ છે કે કોઈ પણ પ્રકારના અભ્યાસ કે વિચાર કે આત્મનિરીક્ષણુના (૧) કાર્યની સાથે એ અસંગત છે–આવા લોકોને એક સતત શંકા રહ્યા કરે છે કે માથું દુઃખે અથવા ફેર આવે એનું કારણ ફિલસૂફી છે, અને તેથી ઉચ્ચતર અર્થમાં સગુણનું આચરણ કે તેને આચરણમાં મૂકવાનો પ્રયત્ન સર્વીશે છેડી દેવામાં આવે છે; કારણ પોતે એથી માંદા પડી જાય છે એમ એ હંમેશાં કપ્યા કરે છે અને પિતાના શરીરની સતત ચિંતામાં રહે છે.
હા, એ પૂરતું સંભવિત છે. અને તેથી જે માણસ સામાન્ય રીતે તંદુરસ્ત બાંધાના હતા,