________________
૧૪
પરિચછેદ ૩ તેણે કહ્યું : નહિ જ, ગાંડપણની આપણે મનાઈ કરી છે, તે ગાંડાં માણસની ચેષ્ટાની તેઓ નકલ નહિ કરે. ' કહ્યું : તમારું કહેવું હું બરાબર સમજતો હોઉં તો તમે એમ કહેવા માગો છે ખરું ને કે ખરેખર સારા માણસને જ્યારે કંઈ પણ કહેવાનું હોય છે ત્યારે જે એક પ્રકારની વર્ણનાત્મક શૈલી એ વાપરે છે તે એક, અને એનાથી–વિરોધી–ચારિત્ર્ય-અને-કેળવણીવાળા (૪) માણસ જે પ્રકારની શૈલી વાપરશે તે બીજી.
તેણે પૂછ્યું : આ બે પ્રકારે કયા છે?
મેં જવાબ આપ્યો : ધારો કે એક ધર્મિષ્ઠ અને સારે માણસ વાત કહેતાં કહેતાં બીજા સારા માણસનાં કોઈ વચન કાર્ય સુધી આવી પહોંચે છે-(અહીં) મારે ક૯૫વું જોઈએ કે તેને પાઠ લેવાનું એને ગમશે અને આ પ્રકારનું અનુકરણ કરતાં એ શરમાશે નહિ. સારે માણસ જ્યારે દઢતાપૂર્વક અને (૩) વિવેકથી કાર્ય કરતો હશે, ત્યારે એને પાઠ ભજવવા એ એકદમ તૈયાર થશે. જ્યારે વ્યાધિ, પ્રેમ કે દારુથી એ વ્યાકુળ બની ગયું હોય, અથવા એના પર બીજી કોઈ આપત્તિ પડી હોય ત્યારે (એનું અનુકરણ કરવા ) એ ઓછો તત્પર થશે, પરંતુ જ્યારે પિતાથી ઓછા લાયક હોય એવા પાત્ર આગળ એ આવશે, ત્યારે તેને એ અભ્યાસ નહિ કરે; એવા માણસને એ તુચ્છ ગણશે, અને જ્યારે તે કઈ સારું કર્મ કરતો હોય, ત્યારના એના રૂપનું કદાચ ક્ષણભર એ અનુકરણ કરશે. બીજે વખતે જેનું પિતે કદી આચરણ કર્યું નથી, તેવાને પાઠ ભજવતાં એને શરમ લાગશે, તથા વધારે ક્ષુદ્ર નમૂનાઓને આદર્શ ગણીને પિતાની જાતને નિર્મિત કરવાનું કે ઘડવાનું એ પસંદ કરશે નહિ. તેનું મન એની સામે (૨) બળ કરી ઊઠે છે. એ પ્રકારની કલાના નિયોજનનું કાર્ય એ પિતાથી હલકું માને છે – સિવાય કે એ વિનેદને અર્થે હોય!
એક વર્ણનાત્મક શૈલી.તે એક, અને એનાથી વિરોધી”—એટલે કે વિરોધી ચારિત્ર્યવાળો તથા જેને વિરૂદ્ધ કેળવણી મળી છે તેવો માણસ.