________________
૩૯૫
૧૩૩
તેણે કહ્યું : તદ્દન ખરું.
તેમજ ગુલામ સ્ત્રી કે પુરુષા પોતાનું ગુલામા તરીકેનું કામ કરતાં હાય એમના પાઠ એમણે ભજવવાના નથી.
ન જ ભજવવા જોઈ એ.
જે
અને ખરાબ માણસા પછી તે બીકણુ હોય કે કાઈ ખીજા હાય, એમની રીત પ્રમાણે આપણે હમણાં જ જેનું અનુશાસન કરતા હતા તેના વિરુદ્ધનું કઈ કરે, જે દારૂ પીને કે પીધા વગર, એક બીજા લડે કે ઉપહાસ કરે કે નિંદા કરે અથવા વાચાથી કે કથી પોતાની ાત વિરુદ્ધ તથા પેાતાના પાડેાશી વિરુદ્ધ બીજી કાઈ રીતે પાપ કરે— એવાએનું ( ૩૯૬ ) અચૂક નહિ જ. તેમજ ગાંડાં કે દુષ્ટ હાય એવાં સ્ત્રી પુરુષનાં કૃત્યોનું કે વચનેાનું અનુકરણ કરવાનું તેમને શિક્ષણ અપાવું જોઈ એ નહિ; કારણ દુર્ગુણની જેમ ગાંડપણનું પણ (માત્ર) જ્ઞાન મેળવવાનું છે, *—તેનું અનુકરણ કરવાનું નથી, કે એને આચરવાનું નથી.
તેણે કહ્યું તદ્દન ખરું.
તેમજ લુહાર કે બીજા કારીગરા અથવા હલેસાં મારનાર (વ) કે મુખ્ય નાવિક કે એવાનું તેએ અનુકરણ નહિ કરે ?
તેણે કહ્યું ઃ આમાંના કોઈના પણ ધંધા પર એમના ચિત્તને એકાગ્ર થવા દેવાની એમને પરવાનગી આપવામાં ન આવે, તે પછી તેઓ ( અનુકરણ તે ) કયાંથી જ કરી શકે?
તેમ જ ધાડાઓનેા હણહણાટ, ગેાધાઓનું ભાંભરવું, નદીઓને મર, સમુદ્રના ગંભીર નાદ તથા ( આકાશની ) ગર્જના અને એ જાતના બધા અવાજોનું પણ તેઓ અનુકરણ નહિ કરે ખરું ને?
* જ્ઞાન બે પ્રકારનાં હોઇ શકે, અનુભવજન્ય અને સાદું જ્ઞાન, ગુણ ને અનુભવ કરીને જ્ઞાન લેવાનું નથી; પણ સાદી રીતે જ્યાં વસતા હોય તેને માહ્ય દૃષ્ટિએ જોઇને તેનું જ્ઞાન મેળવવાનું છે, સરખાવેા કલમ ૪૦૮— ૬ તથા ૪૦૯ ૩-૬.