________________
પરિચછેદ તે આ લાલિત્ય અને સંવાદને પિતાનાં સતત લક્ષ્ય તરીકે શું તેણે સ્વીકારવા ન જોઈએ ?
સ્વીકારવાં જોઈએ જ,
(૪૧) અને ચિત્રકારની કલા તથા બીજી બધી સર્જનાત્મક કે રચનાત્મક કલામાં એ અચૂક ભરેલાં હોય છે,–વણવાનું કામ, ભરતકામ, સ્થાપત્ય અને કેાઈ પણ જાતની વસ્તુની બનાવટમાં; વનસ્પતિની અને સજીવ સૃષ્ટિમાં પણ–આ બધામાં લાલિત્ય અથવા લાલિત્યનો અભાવ હોય છે. અને જેમ લાલિત્ય અને સંવાદ સારપણ અને સગુણની બે જોડિયા બને છે તથા તેમની વચ્ચે સાદષ્ય છે, તેમ વૈર્ય, વિસંવાદ અને વિસંવાદી ગતિ લગભગ દુષ્ટ શબ્દો તથા દુષ્ટ સ્વભાવના જેવાં જ હોય છે !
તેણે કહ્યું : એ તદ્દન ખરું છે.
(૨) પરંતુ આપણે અધિકાર શું આથી વધારે આગળ નહિ જાય--અને કવિઓ જે કંઈ બીજું લખે તે તેમને આપણે રાજ્યમાંથી હાંકી કાઢવામાં આવશે એ બીકે તેઓ એમની કૃતિઓમાં માત્ર ઈષ્ટની પ્રતિકૃતિને * જ વ્યક્ત કરે એટલી જ શું આપણે એમની પાસેથી અપેક્ષા રાખીશું ? અથવા બીજા કલાકારોને પણ આ જ નિયમ લાગુ પાડવાનું છે, અને મૂર્તિવિધાન અને સ્થાપત્ય તથા બીજી સર્જનાત્મક કલાઓમાં દુર્ગુણ અને અસંયમ તથા નીચતા અને અશ્લીલતાને વ્યક્ત કરવાની શું એમને પણ મનાઈ કરવાની છે; અને રખેને આપણું પુરવાસીઓની રસવૃત્તિને એ હીન કરી મૂકે એ બીકે જે કોઈ આપણા આ નિયમનું પાલન ન કરી શકે એને શું આપણું રાજ્યમાં એની કલાની પ્રવૃત્તિ કરતાં અટકાવવાને
* The image of the good-દરેક વસ્તુને પિતાનું વિશિષ્ટ ઇષ્ટ હોય છે, દરેક કલાને પણ પિતાનું ઇષ્ટ અને દરેક આત્માને આત્મા તરીકે પિતાનું ઈષ્ટ હોય છે; એ ઇષ્ટ તે આદર્શ રૂપ છે; અને પિતાના ઇષ્ટને આદર્શરૂપ સ્વીકારીને એની પ્રતિકૃતિને વ્યક્ત કરવી એનું નામ કલા.