________________
૧૪ર
પરિચછેદ ૩
પરથી બધાં તાને યોજવામાં આવે છે, તેવી જ રીતે તાલને કંઈ ત્રણેક તો પરથી તાલની પ્રમાણબદ્ધ રીતિઓ ઘડવામાં આવે છે મેં આટલું નિરીક્ષણ કર્યું છે. પરંતુ ક્યા પ્રકારના જીવનનાં એ અનુકરણો છે એ હું નહિ કહી શકું.
() કહ્યું ત્યારે તો આપણે ડેમન (નામના મહાન સંગીતશાસ્ત્રી)ની સલાહ લેવી પડશે અને કયા તાલ ક્ષુદ્રતા, ઉદ્ધતાઈ ઉન્મત્તતા અને બીજી નાલાયકને વ્યક્ત કરે છે અને કયા એથી ઉલટી લાગણીઓ માટે રાખવા તે (બધું) એ આપણને કહેશે. અને હું માનું છું કે કીટના લેકે ઉપયોગ કરે છે તે જટિલ તાલને એણે ઉલ્લેખ કરેલ એનું મને અસ્પષ્ટ સ્મરણ છે; ખરું; ગુરુ, લઘુ અને લધુ + અથવા વીરત્વથી ભરેલા ચરણને પણ ઉલ્લેખ કરેલે, અને ગુરુ અને લધુ વારાફરતી આવે અને ચરણમાં ચડ-ઉતર થાય તેના જેટલો જ તાલ અને–જો કે હું પૂરેપૂરું સમજી નહોતે. શક્યો,–પણ એણે અમુક રીતે એ ગોઠવ્યું હતું; અને હું ભૂલતા ન હોઉં તે એણે લઘુ ગુરુ તેમજ ગુરુ લઘુ તાલ વિશે પણ કહેલું (૨) અને એણે ટૂંકી તથા લાંબી માત્રાઓ પણ મુકરર કરી આપી હતી. ૧ કઈ કઈ જગ્યાએ વળી તાલ જેટલી જ ચરણની ચાલની, અથવા કદાચ એ બંનેના મિશ્રણની, કારણ એ શું કહેવા માગત
+ Dactylic : ગુરુલઘુ લઘુ.
૧. વિષયની વિગતનું પોતાને જણે જ્ઞાન ન હોય, તેવી બેપરવાથી સોટિસ બોલે છે. વાક્યના પહેલા ભાગમાં, ચરણમાં ચાર માત્રા હોય, અને એમાંની ગમે તે એક ગુરૂ હોય અને બીજી ત્રણ લધુ હોય અને જેનું પ્રમાણ
નું હેાય એવા તાલ વિશે એ બેલતો હોય એમ લાગે છે; બીજા ભાગમાં ગુરુ, લધુ અને લઘુ તથા લધુ, લઘુ અને ગુરૂ જેનું પ્રમાણ હોય, એવા તાલ વિશે અને છેલ્લા ભાગમાં લઘુ, ગુરૂ અને ગુરુ લઘુ જેનું પ્રમાણ છે અથવા નું છે એ વિશે એ બોલતે હોય એમ લાગે છે.