________________
૧૩
(૬) અને શોકને વ્યક્ત કરી શકે એવા કયા (સ્વર) સંવાદ છે? તમે સંગીતજ્ઞ છે અને મને કહી શકશે."
જે (સ્વર) સંવાદ તમને અભિપ્રેત છે તે મિશ્ર અથવા લિડિયાના લેકે “તારના સ્વરમાં ગાય છે તે અને ભરેલા કંઠના એ જ લેકેના “મંદ્ર સૂરે અને એવા બીજા. ' કહ્યું ત્યારે આપણે આને હદપાર કરવા જોઈએ. જે સ્ત્રીઓને પિતાના ચારિત્ર્યનું રક્ષણ કરવાનું છે તેમને પણ આ કશા ઉપગના નથી, અને પુરુષોને એથી પણ ઓછા–
જરૂર.
હવે બીજું કેફ, શિથિલતા+ અને પ્રમાદ એ આપણું પાલકના ચારિત્ર્યમાં બિલકુલ શેભે નહિ.
જરા પણ ન શોભે. અને શિથિલ કરી નાંખે અને ઘેન ચડાવે એવાં તને ક્યાં છે?
(૩૯) તેણે જવાબ આપે; આયોનિયન અને લિડિયન, તે તનેને “વિચલિત” એવું નામ આપવામાં આવ્યું છે.
વારુ, અને આનો સંગ્રામમાં કશે પણ ઉપયોગ હોઈ શકે ખરો?
તેણે જવાબ આપો; તદન ઉલટું જ; અને જે એમ હોય, તો ડોરિયન અને ફ્રિજિયન-માત્ર એ જ તાને તમે બાકી રાખ્યાં છે.
મેં જવાબ આપઃ (સ્વર) સંવાદ કે તાનનું મને જ્ઞાન નથી, પરંતુ કોઈ શૂરવીર, આપત્તિના અને ઉગ્ર નિશ્ચયના સમયે અથવા
જ્યારે એને પક્ષ પડી ભાંગતો હોય અને તે જખમો ખમવા કે તને મળવા જતો હોય, કે કોઈ બીજા અનિષ્ટમાં (૨) ગ્રસ્ત હોય, અને એવા દરેટ કટોકટીના સમયે સહન કરવાના નિશ્ચય પૂર્વક, દઢ પગલે વિધાતાના ઘા ઝીલતો હોય–ત્યારના એના સૂર અથવા ઉદાત્ત સ્વર જેવા એક લડાયક તાનની ભારે જરૂર છે; અને જ્યારે દુર્ગતિનું કંઈ
Softness એટલે કે ચારિત્ર્યમાં શથિલ્ય આણે તેવા પ્રકારની મુદતા..