________________
૨૯૭
હા, તદ્દન અયોગ્ય.
તથા આપણું રાજ્યમાં, અને માત્ર આપણું જ રાજ્યમાં મચી એ મચી છે, અને સુકાની પણ નથી, ખેડૂત એ ખેડૂત છે અને વધારામાં યુરર કે ન્યાયાધીશ નથી, અને સિનિક એ સૈનિક છે અને વેપારી પણ નથી, અને આ પ્રમાણે દરેક ધંધામાં—એમ જે આપણે જોઈએ છીએ એનું કારણ (પણ) આ છે (કે એક માણસ એક જ પાઠ ભજવે છે. ).
તેણે કહ્યું: ખરું.
( ૩૯૮ ) અને તેથી મૂકાભિનયમાં કામ કરનાર સદ્ગહસ્થ જેઓ એટલા તે કુશળ હોય છે કે ગમે તેનું અનુકરણ કરી શકે, તેમને કોઈ એક આપણી પાસે આવે અને પોતાની કવિતા અને પિતાનું પ્રદર્શન કરવાની દરખાસ્ત કરે, તો (એ જાણે કે ઈ) મધુર
અને પવિત્ર તથા અદભૂત પ્રાણી હોય, એ રીતે આપણે તેની આગળ નીચા નમીશું અને તેની પૂજા કરીશું; પરંતુ આપણે એને એટલું પણ ( સાથે સાથે) જણાવી દઈશું કે આપણું રાજ્યમાં તેના જેવાને રહેવા દેવામાં આવતા નથી, અને તેથી એને ગંધરસનું વિલેપન કર્યા બાદ અને એના માથા પર ઊનની માળા મૂકયા પછી, આપણે એને બીજા નગરરાજ્યમાં હાંકી કાઢીશું. કારણ (૨) આપણે આત્માના આરેગ્યને અચ્ચે આપણે કર્કશ અને કઠેર કવિ કે કથાકારને રાખીશું, અને તેઓ માત્ર સગુણની શૈલિનું જ અનુકરણ કરશે અને આપણું સૈનિકેની કેળવણીની આપણે શરૂઆત કરી, ત્યારે પહેલાં જે આદર્શો આપણે નિયોજ્યા હતા તેને તેઓ અનુસરશે.
તેણે કહ્યું. આપણી પાસે સત્તા હશે તે તો જરૂર આપણે એમ કરીશું.
મેં કહ્યું ત્યારે હવે, મારા મિત્ર, માનસિક કેળવણી અથવા સાહિત્યના શિક્ષણને જે ભાગ વાર્તા કે પૌરાણિક કથાઓ સાથે સંબંધ ધરાવે છે તે પૂરે થયો ગણાય; કારણ વસ્તુ અને રીતિ (કે શૈલિ) એ બનેની ચર્ચા આપણે પૂરી કરી છે.