________________
૧૩૬
પરિચછેદ ૩ જાય, તે હંમેશાં એ લગભગ એની એ જ શૈલિમાં ચાલશે, અને એક જ પ્રકારના (સ્વર) સંવાદની સીમામાં [કારણ ફેરફાર કંઈ બહુ મેટા નહિ હોય ] એ રહ્યા કરશે, તથા એ જ રીતે લગભગ (૪) એના એ તાલને એ ઉપયોગ કરશે ?
તેણે કહ્યું એ તદ્દન ખરું છે;
જ્યારે પેલા બીજાને તે, એની શૈલિમાં ઘણી જાતના ફેરફાર આવતા હોવાથી, શૈલિને અનુરૂપ સંગીત રાખવું હોય, તો દરેક પ્રકારના તાલે અને દરેક પ્રકારના (સ્વર) સંવાદની જરૂર પડશે.
તેણે જવાબ આપે એ પણ સર્જાશે ખરું છે.
અને શું બંને શૈલિમાં અથવા બંનેના મિશ્રણમાં સર્વ કવિતા - અને શબ્દોથી થતા તમામ જાતનાં આવિષ્કરણને સમાવેશ થતો નથી ? (કોઈને પણ કશું કહેવું હોય તે,) કાં તો એમાં, કાં તો બીજીમાં અને નહિ તે બને (પ્રકારની શૈલિ)માં (બેલ્યા) સિવાય કઈ કશું કહી શકે જ નહિ.
તેણે કહ્યુંબધાને સમાવેશ થઈ જાય છે.
(૩) અને આપણું રાજ્યમાં ત્રણે શૈલિને કે પછી મિશ્રણ વગરની બે શુદ્ધ શલિઓમાંની માત્ર એકને આપણે દાખલ કરીશું? અથવા મિત્ર શલિને તમે સમાવેશ કરે ખરા ?
મને તે સગુણનું શુદ્ધ અનુકરણ કરનારને જ દાખલ કરો ગમે. - કહ્યુંઃ હા, એડેઈમેન્ટસ, પરંતુ મિશ્ર શૈલિ પણ અત્યંત મનોહર છે, અને તમે જે શિલિ પસંદ કરી છે તેનાથી વિરુદ્ધની મૂકાભિનયની પદ્ધતિ તે બાળકોને, તેમની સંભાળ રાખનારા નોકરને અને સામાન્ય રીતે સમાજને અત્યંત પ્રિય છે.
હું એની ના કહેતા નથી.
પરંતું આપણું રાજ્યમાં મનુષ્યસ્વભાવ દ્વિરૂપી કે (૩) બહુરૂપી નથી, કારણ એક માણસ એક જ પાઠ ભજવે છે તે ત્યાં આવી શિલિ અયોગ્ય છે એવી દલીલ તમે કરશે એમ હું ધારું છું.
* સરખાવો ઉપર ૩૯૫ .