________________
૧૩૨
પરિચ્છેદ ૩
ત્યારે જે આપણું અસલ ખયાલને આપણે વળગી રહીએ અને ધ્યાનમાં રાખીએ કે આપણું પાલકેએ, બીજુ (૪) તમામ કામ બાજુ પર મૂકીને, રાજ્યમાં સ્વાતંત્ર્યના રક્ષણ અર્થે પોતાની જાતનું પૂરેપુરું સમર્પણ કરવાનું છે, એને જ પિતાને (કલા) વ્યાપાર ગણવાને છે અને આ પ્રયોજનની સાથે સંબંધ ન હોય એવા કોઈ પણ કાર્યમાં પ્રવૃત્ત થવાનું નથી; (આ વસ્તુ જે આપણે ધ્યાનમાં રાખીએ તે) તેમણે બીજા કશાને અભ્યાસ કે અનુકરણ કરવું ન જોઈએ, જે તેઓ કશાનું અનુકરણ કરતા જ હોય, તો કિશોરાવસ્થાથી માંડીને, એમના વ્યવસાયને અનુરૂપ પાત્રોનું જ–શુરવીર, સંયમી, પવિત્ર, મુક્ત અને એવાનું જ તેમણે અનુકરણ કરવું જોઈએ; પણ, રખેને અનુકરણ કરવાથી, જેમાં તેઓ અનુકરણ કરે છે એવા તેઓ થઈ ન જાય એટલા માટે કઈ પ્રકારની શુદ્ર વૃત્તિ કે અનુદારતાને તેમણે આલેખવાની નથી, અથવા એનું અનુકરણ કરવામાં નિપુણ થવાનું નથી. ઊગતી (૯) કિશોરાવસ્થામાં, અને (ત્યાર પછી) જીવનમાં ઘણે વખત જે અનુકરણ ચાલુ રહે તે છેવટ તેની ટેવ પડી જાય છે, અને સ્વભાવ એવો તે જુદા પ્રકારને ઘડાઈ જાય છે કે તેની અસર શરીર, અવાજ અને મન સુધી પહોંચે છે. A તેણે કહ્યું : હા, જરૂર. ' કહ્યું? ત્યારે “એમણે સારા માણસો થવું જોઈએ” એમ જેમને વિષે આપણે કહીએ છીએ, અને જેમની સંભાળ રાખવાની આપણે પ્રતિજ્ઞા કરી છે, તેઓને (કોઈ) સ્ત્રીનું–પછી તે જુવાન હોય કે વૃદ્ધ હોય, (અને) તે પિતાના ધણી સાથે લડતી હોય, અથવા પિતાના સુખના દંભમાં દેવ સામે બડાઈ મારતી હોય કે ઝઘડતી હોય, અથવા જ્યારે તે દુઃખી હોય કે શેકગ્રસ્ત હોય કે રડતી હોય અને જે માંદી હોય કે પ્રેમમાં પડી (૬) હેય–આવીનું અનુકરણ કરવા નહિ જ દઈએ—અથવા પ્રસૂતિમાં હોય તેનું તે અવશ્ય નહિ જ–
* સરખાવો નીચે ૩૯૭–