________________
૧૩૦
તેણે કહ્યુંઃ ના, ના. તમે શું કહેવા માગે છે એની હવે મને સમજણ પડે છે.
મેં શરૂઆતમાં જે કહ્યું હતું કે (વસ્તુના) વિષયનું નિરૂપણ આપણે કરી રહ્યા છીએ, અને (તેથી) શૈલીનું નિરૂપણ શરુ કરી શકીશું–એટલું યાદ રાખવા હું તમને કહું છું.
હા, મને યાદ છે.
() આમ કહેવામાં, ગર્ભિત રીતે મારે એવા હેતુનું સુચન કરવું હતું, કે અનુકરણાત્મક કલા વિશે આપણે છેવટને નિશ્ચય કરી લેવું જોઈએ,–વાર્તાઓ કહેતા હોય ત્યારે કવિઓને અનુકરણ કરવાની છૂટ આપવી કે નહિ, અને જે આપવી જ હોય તે, સર્વાશે કે અમુક ભાગ પૂરતી જ, અને જે અમુક ભાગ પૂરતી તે કયા ભાગે પૂરતી, અથવા શું અનુકરણ માત્રની મનાઈ કરવી ?
મને લાગે છે કે આપણું રાજ્યમાં કરુણરસપ્રધાન અને હાસ્યરસપ્રધાન નાટકને દાખલ કરવા દેવામાં આવશે કે કેમ એવો પ્રશ્ન તમારે કરે છે નહિ ?
મેં કહ્યું : હા, પણ આના કરતાં બીજી વધારે અગત્યની બાબતે વિશે પણ એમાં શંકા હોઈ શકે? મને અત્યારે તે ખરેખર ખબર નથી, પણ વાયરે દલીલને જ્યાં ઘસડી જશે ત્યાં આપણે પણ જઈશું.
તેણે કહ્યું. અને આપણે જરૂર જઈશું.
ત્યારે, ડેઈમેન્ટસ, આપણા પાલકેએ અનુકરણ કરનારાઓ () થવું જોઈએ કે નહિ એ સવાલ મને પૂછવા દો અથવા એક માણસ ઘણું નહિ, પણ એક જ કામ સારી રીતે કરી શકે, અને જે ઘણું કામ કરવા જાય તે એકેયમાં સારી પ્રતિષ્ઠા મેળવવામાં તદ્દન નિષ્ફળ જશે–એ નિયમ જે ક્યારને સ્વીકારવામાં આવ્યું છે તે દ્વારા જ શું આ પ્રશ્નનું નિરાકરણ થઈ જતું નથી ?
૪ જુઓ ૩૯૨-૨૨