________________
૧૨૮
પરિચછેદ ૩ ત્યારે આ પ્રસંગે કવિનું વર્ણન અનુકરણને ચીલે આગળ ચાલે છે એમ કહી શકાય.
તદ્દન ખરું.
અથવા જે કવિ પિતે દરેક જગ્યાએ હાજર થાય (૩) અને કદાપિ પિતાની જાતને ઢાંકે નહિં, તો વળી અનુકરણ પડતું મૂકાયા અને એની કવિતાની પદ્ધતિ સરળ વર્ણનાત્મક થઈ રહે. છતાં મારે અર્થ તદ્દન સ્પષ્ટ કરી શકું અને “હું સમજતો નથી” એમ ફરી કઈ વાર તમે કહી ન શકે તે ખાતર, એવું પરિવર્તન કેવી રીતે સાધી શકાય એ હું તમને બતાવીશ. જે હેમરે આમ કહ્યું હત
એખિયન લેકેને અને સૌના કરતાં (વધારે તો) રાજાઓને કાલાવાલા કરતો પોતાની પુત્રીને છોડાવવા હાથમાં રકમ રાખીને પુરોહિત આવ્યો,” અને પછી પ્રાઈસિસના પાત્ર દ્વારા ન બોલતાં સ્વયં બેલ્યા કર્યો હોત, તો એ શબ્દો અનુકરણ નહિ પણ સાદું વર્ણન થાત. એ ભાગ નીચે પ્રમાણે લખાયો (૬) હેત–(હું કવિ નથી અને તેથી હું છંદને છોડી દઉં છું),-પુરહિત આવ્યો અને ગ્રીક લેકે તરફથી દેવાની પ્રાર્થના કરી કે તેઓ (ભલે) ટ્રાય કબજે કરે અને સહીસલામત પાછા ઘેર જાય, પરંતુ (સાથે સાથે એમ પણ) આજીજી કરી કે તેઓ એની પુત્રી એને (પિતાને) પાછી સંપે અને એના છૂટકારા માટે પોતે જે રકમ લાવ્યો હતો એ તેઓ સ્વીકારે અને (એ રીતે) દેવનું સન્માન કરે. તે આ પ્રમાણે છે અને બીજા ગ્રીક લેકાએ પુહિતને સત્કાર કર્યો અને હા પાડી. પરંતુ
ગેમેનૂનને ક્રોધ ચડ્યો અને રખેને જે દેવને એ પૂજારી હતો તેનાં યષ્ટિકા અને નિર્માલ્ય પણ પ્રભાવહીન ઠરે, એ ખાતર એને ત્યાંથી ચાલી જવા અને ફરી પાછા ન આવવા હુકમ કર્યો–તેણે કહ્યું, પ્રાઈસિસની પુત્રીને છોડવામાં નહિ આવે–તેને તે એની (એગેમેનની) સાથે આર્ગેસમાં ઘરડી થતાં સુધી રહેવું પડશે.
* Ransom: મુંડમૂલ્ય, પકડાયેલા માણસના ટકારા પૂરતી કીમત