________________
૧૨૬
પરિચ્છેદ ૩
તમારું અનુમાન ખરું છે, એ હું કબૂલ કરુ છું. જ્યાં સુધી આપણે ધર્મ શું છે એને તથા એના (૪) સ્વામીને (ધસંપન્ન કે ધર્મિષ્ઠ માણસને ) પછી ભલે એ ર્મિષ્ઠ દેખાય કે ન દેખાય, તે પણ સ્વાભાવિક રીતે જ ધમ` કેટલેા લાભદારક છે એને નિય ન કરીએ ત્યાં સુધી એવી ખાખતા મનુષ્યા વિશે કહેવી કૈં ન કહેવી એ એક પ્રશ્ન રહેશે.
તેણે કહ્યું: તદ્દન ખરું.
કાવ્યના વિષય પરત્વે આટલું બસ થશે- હવે આપણે ભાષાસરણી વિશે વાત કરીશું, અને આ વિષયને નિકાલ થઈ જાય એટલે વસ્તુ અને શૈલી* બંનેનું પૂરેપૂરું નિરૂપણ ( આપે।આપ) થઈ જશે.
અડેઇમેન્ટસે કહ્યું ઃ તમારા અની મને સમજણ પડતી નથી. (૩) ત્યારે મારે તમને સમજ પાડવી પડશે; અને વસ્તુને જો હું આ રૂપે મૂક તા કદાચ મારા અં વધારે મુદ્દિગ્રાહ્ય થશે. હું ધારુ હું તમને ખબર છે કે બધી પૌરાણિક કથાઓ કે કાવ્યા ભૂત, વર્તમાન કે ભવિષ્યમાં થનારા બનાવાની આખ્યાયિકાએ જ હોય છે. તેણે જવાબ આપ્યા : જરૂર.
અને આખ્યાયિકાઓમાં કાં તેા સરલ વન હોય, કાં તેા અનુકરણ હાય, અને નહિ તે બંનેનું મિશ્રણ હોય ?
તેણે કહ્યું: એ વળી ખરાબર સમજાતું નથી.
મારે અ` બુદ્દિગ્રાહ્ય કરવા માટે મને જો આટલી બધી મુશ્કેલી પડે છે, તેા મને લાગે છે કે શિક્ષક તરીકે હું હાસ્યને પાત્ર ગણાઉં. આ કારણે કાઈ ખરાબ વક્તાની જેમ હું આખા (૩) વિષયને નહિ લઉં, પણ મારા અર્થના ઉદાહરણ તરીકે ( વિષયના એક જ ) અંગને હું છૂટું પાડીને લઈશ. ઇલિયડની શરૂઆતની પંક્તિ તમે જાણા છે—જેમાં કવિ કહે છે કે પ્રાઈસિસે (૩૩) પેાતાની પુત્રીને મુક્ત
* Matter and manner—દલીલ આગળ ઉપર સ્પષ્ટ થાય છે, પિર, ૩ મુદ્દો ૫, શૈલી-માનસિક કેળવણી ચાલુ.