________________
૩૯૧
૧૨૫
યુવાનોની નીતિને શિથિલ કરે એ બીકે એવી વાતોને આપણે (૩૯૨). અંત જ લાવીશું.
તેણે જવાબ આપ્યો : અચૂક.
પરંતુ ક્યા પ્રકારના વિષય વિશે આપણે વાત કરવા દેવાની છે અથવા નથી કરવા દેવાની તે બાબત આપણે અત્યારે નક્કી કરીએ છીએ, તો આપણે જરા જોઈ લઈએ કે આપણાથી કઈ વિષય રહી જતો તે નથી. દેવ, ગંધર્વો, વીર પુરુષો અને નીચેની દુનિયાનું જે રીતે નિરૂપણ થવું જોઈએ તેને નિયમે આપણે ઘડી કાઢ્યા છે.
તદ્દન ખરું.
અને મનુષ્ય વિશે આપણે શું કહીશું? એ સ્પષ્ટ છે કે આપણું વિષયને એ જ ભાગ બાકી રહ્યો છે.
સ્પષ્ટ રીતે એમ જ.
પણ મારા મિત્ર, આ પ્રશ્નનો જવાબ આપણે અત્યારે આપી શકીએ એવી સ્થિતિમાં નથી.
કેમ નહિ? - કારણ હું ભૂલતો ન હોઉં તો, આપણે એમ કહેવું પડશે () કે કવિઓ અને કથાકારે મનુષ્યો વિષે જ્યારે એમ કહે છે કે દુષ્ટ લેકે ઘણી વાર સુખી હોય છે, અને સારા દુઃખી હોય છે; તથા ગુમ રહે તે અધર્મ લાભકારક છે, પરંતુ ધર્મ તો પોતાની હાનિ અને પારકાનો લાભ છે,–ત્યારે તેઓ મહા અનર્થથી ભરેલાં વચને કહેવાનો અપરાધ કરે છે–આ વસ્તુઓ કહેવાની આપણે તેમને મનાઈ કરીશું અને એનાથી વિરુદ્ધનું કહેવાનું કે ગાવાને તેમને ફરમાવીશું.
તેણે જવાબ આપેઃ અલબત્ત આપણે ફરમાવીશું જ.
પરંતુ આમ કહેવામાં હું ખરે છું એમ તમે માન્ય રાખે, તો જે સિદ્ધાન્ત માટે આ બધો વખત આપણે લડતા આવ્યા છીએ એ જ સિદ્ધાન્તને ગર્ભિત રીતે તમે સ્વીકારી લે છે એમ મારે કહેવું પડશે.