________________
તેણે કહ્યું : એ ભય ખોટો નથી. ત્યારે આપણે એમાંનું કશું ન જોઈએ. ખરું.
એનાથી ભિન્ન અને ઉચ્ચતર ગાન આપણે રચવું જોઈએ અને ગાવું જોઈએ.
એ સ્પષ્ટ છે. . (૪) અને સુવિખ્યાત પુરુષનાં સદન અને શોકને વર્જવા આપણે તૈયાર છીએ. ખરું ને ?
બાકીનાં બીજાંની સાથે એનો પણ ત્યાગ કરવામાં આવશે.
પણ એને ત્યાગ કરવામાં આપણે કશું ખોટું તો કરતા નથી ? વિચાર કરેઃ આપણો સિદ્ધાંત એ છે કે પોતાના બંધુ જેવા બીજા કોઈ સારા માણસના મૃત્યુને (કેઈપણ) સારો માણસ ભયંકર નહિ ગણે.
હા, એ આપણો સિદ્ધાંત છે.
અને તેથી જાણે પિતાના સદ્ગત મિત્રને કંઈ ભયંકર ભેગવવું પડયું હોય એમ માની એ શોક નહિ કરે.
આપણે આથી (પણ) આગળ જઈ એમ પ્રતિપાદન કરીશું કે આવી વ્યક્તિ એક વ્યક્તિ તરીકે તથા પોતાના સુખની દષ્ટિએ સ્વયં (૬) સંપૂર્ણ છે અને તેથી બીજા માણસની એને ઓછામાં ઓછી જરૂર પડશે.
તેણે કહ્યું : ખરું.
અને આ કારણે પુત્રને કે ભાઈનો વિયોગ અથવા સંપત્તિને નાશ બીજાં બધાં માણસો કરતાં એને ઓછામાં ઓછો ભયંકર લાગશે.
અચૂક.
અને તેથી એ વિલાપ કરે એવો સંભવ ઓછામાં ઓછા છે; અને આ જાતની કોઈ પણ આપત્તિ છે એના પર પડે, તે સર્વોચ્ચ સમતા રાખી એ સહન કરી લેશે.
* પરિ, ૩, મુદ્દો-૨, માનસિક કેળવણું ચાલુ–સમતાનો આદર્શ.