________________
૧૧૪
પરિછેદ ૩
વળી –
(૩૮૭) “પૃથ્વીની નીચે ધૂમ્રના જેવો આત્મા તીવ્ર ચી પાડતો ચાલ્યો ગયે.”૧
અને, –
અગમ્ય ગુહાના અંધકારમાં ચામાચીડિયાં, જ્યારે એમની પંક્તિમાંથી કોઈ છૂટું પડી જાય અને ખડક પરથી નીચે પડે ત્યારે જેમ એક બીજાને વળગીને ચીસ પાડતાં ઊડે તેમ તે આત્માઓ તીણી ચીસ પાડતા એક બીજાને વળગીને જતા હતા. 'ર
| () અને આપણે જે આવાં અને એવાં બીજાં અવતરણ કાઢી નાંખીએ-નહિ કે એમાં કાવ્ય તત્વ નથી કે સામાન્ય માણસને એ આકર્ષક લાગે એવાં નથી–પરંતુ તેમાં જેટલે અંશે કાવ્યની ખુબી વધારે, તેટલે જ અંશે, જે માણસો અને છોકરાંઓને સ્વાતંત્રમાં રહેવાનું છે, અને જેમણે મૃત્યુ કરતાં ગુલામીને વધારે ભયંકર ગણવી જોઈએ, તેમના શ્રવણને માટે એ અયોગ્ય છે. આ કાજે-તો હોમર અને બીજા કવિઓને ગુસ્સે ન થવાની આપણે વિનંતી કરીશું.
નિઃશંક.
વળી જે ભયંકર અને ત્રાસદાયક નામોથી નીચેની દુનિયાનું વર્ણન કરવામાં આવે છે તે તમામ નામોને આપણે રદ કરીશું.કોસાયટસ અને સ્ટીકસ, પૃથ્વી નીચેનાં ભૂતો, અને સવહીન છાયાઓ, અને એના (વા) જેવા બીજા શબ્દો, જેના ઉલ્લેખ માત્રથી, જે કઈ એ સાંભળે એના અંતરતમ આત્માની આરપાર ભયને કંપ વીંધીને ચાલ્યો જાય છે–આવી ભયંકર વાતને પણ અમુક પ્રકારનો ઉપગ ન હોઈ શકે એમ મારું કહેવું નથી, પણ ભય એ છે કે આવાં વર્ણને આપણે પાલકનું મગજ જલદીથી આવેશમાં આવી જાય તેવું કરી નાંખે, અને એમને બાયલા બનાવી મૂકે.
૧. Ib : 23-100 ૨. Odyssey : 24-6