________________
પરિચ્છેદ ૩ (૩૮૬) મેં કહ્યુંઃ આપણું ધર્મશાસ્ત્રના સિદ્ધાન્ત ત્યારે આવા છે—જે આપણે એમ માનતા હોઈએ કે તેમણે દે અને પિતાનાં માબાપને માન આપવાનું છે અને અન્યની મૈત્રીને કીમતી ગણવાની છે, તે કિશોરાવસ્થા પછી આપણું શિષ્યોને અમુક જ કથાઓ કહેવાની છે, અને બીજી કહેવાની નથી.*
તેણે કહ્યું હતું, અને હું માનું છું કે આપણું સિદ્ધાન્તો ખરા છે.
પરંતુ જે એમણે શુરવીર થવાનું છે, તો આ ઉપરાંત બીજા પાઠે પાઠ તે એવા પ્રકારના કે એમનામાંથી મૃત્યુની બીક કાઢી નાખે એવા–શું એમણે શીખવા ન જોઈએ કે જેનામાં મૃત્યુને ભય વસે (વ) છે, એવો કઈ માણસ શું શુરવીર થઈ શકે ?
તેણે કહ્યું બિલકુલ નહિ.
અને જે નીચેની દુનિયાને ખરી અને ભયંકર માને છે, એ શું મૃત્યુથી અભય થઈ શકે અથવા લડાઈમાં પરાજય અને ગુલામીના કરતાં પણ મૃત્યુને પસંદ કરશે ?
અશક્ય.
ત્યારે આ જાતની વાર્તાઓના કથાકારે પર તેમજ બીજાઓ ઉપર પણ આપણે જાપ રાખવો પડશે, અને નીચેની દુનિયાનાં એમનાં વર્ણને ખોટાં છે તથા આપણા ભવિષ્યના દ્ધાઓને એ હાનિકર્તા છે એવી એમને ખબર આપીને, આપણે એમને વિનંતી કરીશું કે નીચલી દુનિયાની એમણે (ક) ખાલી નિંદા કરવાની નથી, પણ ઉલટી તેની સ્તુતિ કરવાની છે.
તેણે કહ્યું એ આપણી ફરજ છે. * માનસિક કેળવણી ચાલુ--પરિ. ૩, મુદ્દો ૧. સૌર્ય. . + Ha des : નક
,નિયાને પણ
કરતા જી અભય