________________
સ્તુતિ નહિ કરીએ–જેમાં થેટિસ એમ કહે છે કે પિતાના લગ્ન પ્રસંગે એપેલે-(૨)
વ્યાધિ એટલે શું એ જે કદી જાણવાની નથી અને લાંબું. જીવવાની છે એવી એની ભવિષ્યની ખૂબસુરત પ્રજાને ગીત ગાત અભિનંદતો હતો. અને બધા કરતાં જાણે મારા નસીબ પર સ્વર્ગના આશીર્વાદ વધારે પ્રમાણમાં ઉતર્યા હોય એમ બોલતાં તેણે વિજયને સૂર કાઢયે અને મારા આત્માને ઉલ્લસિત કર્યો. અને ફીબસનું (એપિલે) વચન ભવિષ્યવાણીથી ભરપૂર અને દૈવી હતું તેથી ખેટું ન જ પડે એમ મેં ધાર્યું. અને અત્યારે–જેણે પોતે આવો સૂર કાઢયે હતું, જે એ મિજબાની વખતે હાજર હતા અને જેણે આમ કહેલું–મારા પુત્રને મારી નાંખનાર પણ તે જ છે” ૧ (૪) દેવ વિશેના આ મનોભાવો એવા છે કે તે પ્રત્યે આપણો રિષ ઉભરાય થાય જ; અને જે કોઈ આમ ગાશે એને પાછળ ઝીલનારા નહિ જ મળે; તેમ જ નાનાંઓની કેળવણીમાં શિક્ષકોને આને ઉપયોગ કરવા નહિ દઈએ; કારણ આપણે આશય એ જ છે કે મનુષ્યથી થઈ શકાય તેટલે અંશે આયણું પાલએ દેવોના ખરા ભક્તો તથા તેમના જેવા થવાનું છે.
તેણે કહ્યું ઃ આ સિદ્ધાંતમાં હું સર્વાશે સંમત છું, અને તેને કાયદાઓ તરીકે ગણવા બંધાઉં છું. હરીફાઈમાં મૂકેલાં. પણ “ઓડિપસ ટિનસ કરતાં ફિલોકિલસનું નાટક ઊંચી પંક્તિનું ગણવામાં આવ્યું હતું. અને યુરિપિડિઝનું “મિડિયા” ત્રીજે નંબર આવેલું, અને ઈસ્કાઈલસના પુત્ર યુરિયનની કૃતિ સૌથી પહેલે નંબર આવેલી. આ રીતે સૌથી શ્રેષ્ઠ બે કૃતિઓનો નાશ થયો છે, અને છતાં આજે યુરિપિડિઝ અને કિલાસની કૃતિઓ દુનિયાના સાહિત્યમાં અગ્રસ્થાન ભેગવે છે. -Hist, of Greece : Vol, viii. G. Grote.
૧, ઇસ્માઈલસના એક ખોવાઈ ગયેલા નાટકમાંથી.