________________
૮૬ ' કહ્યું? ત્યારે આપણે નીચેની કડીથી શરૂ થતા ઘણું વિભાગો ભૂંસી નાંખવા પડશે.
(મૃત્યુ પછી) જેઓનું જીવન અસાર થઈ ગયું છે, એવાં પ્રેત પર રાજ્ય કરવા કરતાં કંઈ ગરીબ અને અ-ભાગી માણસની જમીન પર હું ગુલામ થઈ મજૂરી કરીશ.”
આપણે એ કડી પણ કાઢી નાંખવી પડશે—જેમાં એમ લખ્યું છે કે, લુટાને કેવી બીક લાગી જે–
() રખેને મત્સ્ય (માનવીઓ) અને અમર (દેવ), જે ભયંકર અને મલિન આવાસને દેવા ધિક્કારે છે તે જોઈ જાય.
અને વળી.
અરે પ્રભુ ! ઘણુંખરું કહેડીઝના નિવાસસ્થાનમાં (નર્કમાં) આત્મા અને પ્રેતના જેવા આકારે છે, પણ ચિત્ત તો છે જ નહિ૩
ટિશિયા વિશે વળી:--
[ મૃત્યુ પછી પણ પરસિફને એની પાસે ચિત્તતત્ત્વ રહેવા દીધુ] એટલા માટે કે એકલે એ જ વિવેકી રહી શકે; પરંતુ બીજા આત્માઓ તો ઊડતી છાયાઓ જ છે.”
વળી –
પૌરુષ અને યૌવનને તિલાંજલિ આપતે, પિતાના ભાવિ માટે શેક કરતે, આત્મા (શરીરમાં) અંગોમાંથી ઊડીને “હેડીઝ' (નર્ક)માં ગયો."
9. Hom: Odyssey : 11. 489 2. Hom : Iliad 20-64 3. Hom: Iliad 23-103 ૪. Hom : Od 10-495 4. Hom : Iliad 26-856
* ઍક પદ્ય સાહિત્યમાંની આ પંક્તિઓ છે, અને આત્મા, શરીર, ચિત્ત વગેરે શબ્દો અમુક નિશ્ચિત અર્થમાં જ વપરાયા નથી, તેથી ફિલસૂફીની દષ્ટિએ આ વિશે ચર્ચા કરવી યોગ્ય ઘારી નથી.